રેલવે સ્ટેશન પર બેગ ભરાવીને બેઠેલા દીકરાને તેની માતાએ પોતાના હાથે કોળિયો ખવડાવ્યો, ટ્રેનમાં બેઠા બેઠા કોઈએ બનાવ્યો આ ભાવુક કરી દેનારો વીડિયો, જુઓ
Mom Feeding Son On Railway Station : મા એ દુનિયામાં એક એવી વ્યક્તિ છે જે દરેક પરિસ્થિતિમાં પોતાના બાળકનો સાથ નથી છોડતી અને હંમેશા પોતાના બાળકનું ધ્યાન રાખતી હોય છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો પણ જોયા હશે જેમાં માતાનો પ્રેમ જોવા મળતો હોય છે. દરેક મમ્મીને તમે એ કહેતા સાંભળ્યા હશે કે “ખાતો નથી કે શું ? કેટલો પાતળો થઇ ગયો !” વિશ્વમાં ભાગ્યે જ કોઈ આપણા સ્વાસ્થ્ય વિશે આપણી માતા કરતાં વધુ ધ્યાન આપે છે.
મા માટે પોતાનું સંતાન હંમેશા બાળક રહે છે :
આ જ કારણ છે કે માતા આપણા પર સૌથી વધુ પ્રેમ વરસાવે છે અને જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે પણ પોતાના હાથથી આપણને ખવડાવવામાં અચકાતા નથી. હકીકતમાં, માતાને ખોરાક આપતી વખતે તેના બાળકની ઉંમરની પરવા હોતી નથી. માતાના પ્રેમ સાથે જોડાયેલ એવો જ એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ઘણા લોકો ભાવુક થઈ ગયા. આ વીડિયો રેલવે પ્લેટફોર્મનો છે, જે ટ્રેનના કોચમાંથી શૂટ કરવામાં આવ્યો છે.
પોતાના હાથે ખવડાવવાનું એક પણ ક્ષણ નથી ચૂકતી માતા :
વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે પ્લેટફોર્મ પર એક બેન્ચ છે જેના પર એક માતા તેના પુત્ર સાથે બેઠી છે. પુત્ર બેગ લટકાવી રહ્યો છે અને માતા તેને પોતાના હાથે ખવડાવી રહી છે. આ ક્લિપને શેર કરનાર વ્યક્તિએ લખ્યું “માત્ર એક માતા જ હોય છે જે પોતાના પહેલા પોતાના બાળક વિશે વિચારે છે. આ ક્લિપ 10 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ પેજ ‘ઝિંદગી ગુલઝાર હૈ’ (zindagii.gulzar.ha) પરથી પોસ્ટ કરવામાં આવી હતી.
View this post on Instagram
ભાવુક કરી રહ્યો છે આ વીડિયો :
આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક અને લાખો વ્યૂઝ આવી ચુક્યા છે. ઉપરાંત, યુઝર્સ આ ક્લિપ જોયા પછી તેમના પ્રતિસાદ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- આ દુનિયામાં માતા જેવું કોઈ નથી. બીજાએ કહ્યું – મા તો મા છે. જ્યારે કેટલાકે કહ્યું કે માતા પછી આવો પ્રેમ કોઈ નથી કરતું.