પ્રેમિકાને સ્કૂટર પર બેસાડીને જઈ રહેલા પ્રેમીનું સ્કૂટર રસ્તા વચ્ચે પાણીમાં જ થઇ ગયું બંધ, પ્રેમિકા બેઠી રહી પાછળ અને પ્રેમી મહેનત કરતો રહ્યો, છેલ્લે કર્યું એવું કે… જુઓ વીડિયો

વરસાદના પાણીમાં સ્કૂટી બગડતા બિચારો પ્રેમી પરાણે સ્કૂટી ખેંચી રહ્યો હતો, પ્રેમિકા મહારાણીની જેમ પાછળની સીટ પર બેસી રહી, છેલ્લે બોયફ્રેન્ડે કર્યું એવું કે… જુઓ વીડિયો

Lover threw the girlfriend off the scooty : સોશિયલ મીડિયામાં રોજ અનેકો વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક પેટ પકડીને હસાવનારી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે.  ત્યારે હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે. ક્યાંક તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે અને આવામાં રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. વરસાદમાં ઘણીવાર એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે હેરાન પણ કરી દેતી હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો પેટ પકડીને હસતા પણ જોવા મળી રહ્યા છે.

વરસાદનના પાણીમાં બગડી સ્કૂટી :

રસ્તા પર વરસાદનું પાણી ભરાવવાના કારણે ઘણીવાર સ્કૂટી અને વાહનો પણ ખરાબ થઇ જતા હોય છે. આ વીડિયોમાં પણ એક એવી જ ઘટના જોવા મળી રહી છે. આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ વરસાદની મોસમમાં ફરી એકવાર વાયરલ થયો છે. એક યુવકને પાણી ભરાયેલા રસ્તા પરથી સ્કૂટર ખેંચતો બતાવવામાં આવ્યો છે, જ્યારે એક છોકરી પાછળની સીટ પર બેસીને સવારીની મજા લેતી જોઈ શકાય છે.

પ્રેમિકાને પાછળ બેસાડી ધક્કો મારીને પ્રેમી ધકેલતો :

જોકે, વીડિયોનો ક્લાઈમેક્સ તમને હસવા માટે મજબૂર કરી શકે છે. વીડિયોમાં એક બસ અને કેટલાક ટુ-વ્હીલર સહિત અનેક વાહનો પાણી ભરાયેલા રસ્તા પર ફરતા જોવા મળે છે. દરમિયાન, ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ દેખાતા કપલ પણ રસ્તાની વચ્ચે પાણીમાં ફસાયેલા જોવા મળે છે. જ્યારે છોકરી સ્કૂટર પર બેદરકાર બેઠેલી જોઈ શકાય છે, જ્યારે છોકરો સ્કૂટર ખેંચવામાં સંઘર્ષ કરી રહ્યો છે.

બેલેન્સ બગડતા જ પ્રેમિકાને પાણીમાં નાખી :

અચાનક છોકરાના હાથમાંથી સ્કૂટી સરકી જાય છે અને તે બેલેન્સ કરી શકતો નથી. સ્કૂટીની સાથે યુવતી પણ પાણીમાં પડી જાય છે. આ દરમિયાન એક કાર ત્યાંથી પસાર થઈ રહી હતી અને તે યુવતીની ખૂબ નજીક હતી. સદનસીબે, કાર ઉભી રહી અને છોકરી અકસ્માતમાં બચી ગઈ. આ ઘટનાએ નેટીઝનોને વિચારતા કરી દીધા. જ્યારે કેટલાક લોકોએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી તો અન્ય લોકોએ તેને રમૂજી ગણાવી. ઘણા યુઝર્સનું કહેવું છે કે છોકરાએ જાણી જોઈને સ્કૂટી અને છોકરીને પાણીમાં ફેંકી દીધી.

Niraj Patel