હિતુ કનોડિયા અને મોના થીબાએ જીત્યા ચાહકોના દિલ, દેશી સ્ટાઈલમાં કર્યો જુના ગીત પર ડાન્સ, 13 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો વીડિયો, તમે પણ જુઓ
Hitu Kanodia Mona Thiba Dance : હિન્દી ગીતોની જેમ કેટલાક ગુજરાતી ગીતો પણ એવા છે જે સદાબહાર છે અને તેને સાંભળવાનો પણ એક લ્હાવો છે, ખાસ કરીને રિક્ષામાં તમને ગુજરાતી ગીતોનું વિશાળ કલેક્શન જોવા મળે અને જયારે એ ગીતો વાગે ત્યારે આપણે પણ આ ગીતો ગણગણવા લાગીએ અને તેના મ્યુઝિક પર આપણા પગ પણ થડકારા લેવા લાગી જાય.
ગુજરાતી ફિલ્મોનું નામ લેતા મેગાસ્ટાર નરેશ કનોડિયા યાદ આવે :
ત્યારે ગુજરાતી ફિલ્મોનું નામ આવે એટલે સૌના મગજમાં એક નામ અચૂક આવે અને એ નામ છે ગુજરાતી ફિલ્મોના મેગાસ્ટાર દિવંગત નરેશ કનોડિયાનું. તેમણે ઘણી બધી સદાબહાર ગુજરાતી ફિલ્મો આપી છે અને તેમની ફિલ્મો અને તેના ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. ત્યારે તેમના દીકરા હિતુ કનોડિયા પણ મનોરંજન જગત સાથે સંકળાયેલા છે.
દીકરો હિતુ કનોડિયા પણ પિતાની રાહ પર :
હિતુ કનોડિયાએ પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, આ સાથે તે રાજકારણમાં પણ સંકળાયેલા છે. ત્યારે હિતુ કનોડિયાના સોશિયલ મીડિયામાં પણ મોટા પ્રમાણમાં ચાહકો તેમને ફોલો કરે છે અને હિતુ કનોડિયા પણ તેમના ચાહકો માટે તેમના સોશિયલ મીડિયા પર અવનવી અપડેટ લાવતા રહે છે. ઘણીવાર તે પોતાના ડાન્સ દ્વારા પણ ચાહકોના દિલ જીતી લેતા હોય છે.
હિતુ કનોડિયાએ મોના થીબા સાથે કર્યો ડાન્સ :
હિતુ કનોડિયાએ તેમની સાથી અભિનેત્રી મોના થીબા સાથે જ લગ્ન કર્યા છે. ત્યારે આ કપલ અવાર નવાર પોતાના ડાન્સથી ચાહકોને પોતાના ડાન્સથી મંત્રમુગ્ધ કરી દેતું હોય છે. હાલમાં જ હિતુ કનોડિયા અને મોના થીબાએ એવો જ ડાન્સ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. હિતુ કનોડિયાએ પોતાના પિતા નરેશ કનોડિયાના ગીત પર ડાન્સ કર્યો જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
જૂની સ્ટાઇલમાં ડાન્સ :
તેમણે આ વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “ચાહકો અને મિત્રોની ખૂબ ડિમાન્ડ હતી મેગાસ્ટારના ગીત પર ડાન્સ કરો, એટલે પપ્પાના ઓરીજનલ ગીત પર ડાન્સ કર્યો. “લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ…….” એકદમ દેશી સ્ટાઇલ, એકદમ જૂની ફિલ્મી સ્ટાઇલ. I really enjoyed doing it”.
View this post on Instagram
ચાહકો પણ થયા ફિદા :
હિતુ કનોડિયા અને મોના થીબા દ્વારા કરવામાં આવેલા આ ડાન્સને હવે ચાહકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. આ સાથે જ ઘણા લોકો કોમેન્ટ કરીને આ જોડીની પણ પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હિતુ કનોડિયાએ અન્ય એક ઓ મારા મીત, વાગે સંગીત પર પણ પોતાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે જેને 10 લાખ કરતા પણ વધારે લોકોએ ફક્ત 4 દિવસમાં જ જોઈ લીધો.