સમુદ્ર કિનારે મસ્તી કરતી નજર આવી મૌની રોય, ગરમીમાં કુલ લુકથી જીત્યુ દિલ, વાયરલ થઇ તસવીરો
ટીવી અને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોયે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ગ્લેમર તસવીરો શેર કરી છે. મૌની રોયની આ તસવીરો જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે. વાસ્તવમાં, મૌની રોયે બિકીની પહેરીને બીચ પર અંગડાઇ લીધી હતી, મૌની રોયને આ રીતે જોઈને તેના તમામ ફેન્સનું દિલ જોરોથી ધડકી ઉઠ્યુ.
મૌની રોયની આ તસવીરો તેના વેકેશનની છે. જણાવી દઈએ કે મૌની રોયે થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં તે હંમેશાની જેમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી અને તેણે ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. મૌની રોયે બિકીની પહેરીને દરિયા કિનારે સૂતી વખતે ફોટોશૂટ કરાવ્યું.
મૌની તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરવાનો એક પણ મોકો નથી છોડતી અને આ વખતે પણ તેણે કંઇક આું જ કર્યુ. મૌની રોયને ભલે દરિયાની વચ્ચે ઠંડકનો અનુભવ થયો હોય પરંતુ તેણે સોશિયલ મીડિયા પર ગરમી વધારી દીધી. મૌની ઘણીવાર મિત્રો સાથે વેકેશન મનાવવા જતી હોય છે અને આ વખતે તે સુંદર સમુદ્રનો આનંદ માણવા બાલી પહોંચી હતી.
મૌની રોય ટૂંક સમયમાં જ આવનારી ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’માં જોવા મળવાની છે. જો કે, આ પહેલા તે વેકેશન માટે ગઇ હતી. મૌની ક્યાંક ધોધ તો ક્યાંક દરિયાના મોજા સાથે પોઝ આપી રહી છે. તમામ તસવીરોમાં મૌની ખૂબ જ શાનદાર અને હોટ લાગી રહી છે. કેટલીક તસવીરોમાં અભિનેત્રી લાલ રંગના આઉટફિટમાં તો કેટલીક તસવીરોમાં બ્લૂ આઉટફિટમાં જોવા મળી રહી છે.
પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને અભિનેત્રી મિત્રો સાથે ટ્રિપ પર નીકળી ગઈ હતી. મૌનીએ બ્લુ બિકીનીમાં પણ તેની ઘણી તસવીરો શેર કરી છે જેમાં તેની દરેક સ્ટાઈલ અદભૂત લાગી રહી છે. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, મૌની તાજેતરમાં જ ‘શોટાઈમ’ માં જોવા મળી હતી, જેમાં બોલિવૂડ અને પ્રોડક્શન હાઉસની દુનિયાની અલગ વાર્તા છે.
તેમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગના પડદા પાછળના સંઘર્ષો અને ઑફ-કેમેરા લડાઈઓ વિશે બતાવવામાં આવ્યું હતું. મૌની રોય ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’માં જોવા મળશે. મૌનીએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. નાગીન શો બાદ તો તે દરેક ઘરમાં લોકપ્રિય બની ગઇ હતી.
View this post on Instagram