ઘૂંટણથી સીડી ચઢી જાહ્નવી કપૂર પહોંચી તિરુપતિ મંદિર, BF શિખર અને ઓરીએ આવી રીતે આપ્યો સાથ

વાહ શું સંસ્કાર છે, ઘૂંટણથી સીડી ચઢી જાહ્નવી કપૂર પહોંચી તિરુપતિ મંદિર, જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે જાહ્નવી કપૂર બિઝનેસમેન શિખર પહાડિયા સાથે રિલેશનશિપમાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ અનંત-રાધિકાના બીજા પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં પણ કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો.

જાહ્નવી કપૂર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર સાથે તિરુપતિ મંદિરે પણ અવાર નવાર જાય છે. થોડા સમય પહેલા પણ તે ઓરી અને શિખર સાથે તિરુપતિ મંદિર ગઈ હતી. જણાવી દઈએ કે જાહ્નવીની માતા દિવંગત અભિનેત્રી શ્રીદેવી પણ અવારનવાર આ મંદિરમાં દર્શન માટે જતી હતી. જાહ્નવીએ માર્ચમાં પણ બે-ત્રણ વાર આ મંદિરની મુલાકાત લીધી હતી.

જાહ્નવી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. જેમાં તે શિખર અને બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે તિરુપતિ મંદિરમાં જોવા મળી હતી. ઓરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમજ યુટયૂબમાં તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જાહ્નવી કપૂર ઘૂંટણિયે મંદિરની સીડીઓ ચડતી જોવા મળે છે.

વીડિયોની વચ્ચે જાહ્નવી કપૂર તેના ચાહકોને કહે છે – દરેક વ્યક્તિએ આ મંદિરમાં આવવું જોઈએ અને અહીંના પવિત્ર વાતાવરણનો અનુભવ કરવો જોઈએ. આ સાથે અભિનેત્રી કહે છે- ભગવાનને મળવાનો અધિકાર કમાવવો મહત્વપૂર્ણ છે. અમે આ કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન લુકની વાત કરીએ તો, તમામ ટ્રેડિશનલ અટાયરમાં જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે જાહ્નવી કપૂર તિરુપતિ મંદિર પહોંચી હોય. તે અવારનવાર ત્યાં દર્શન માટે જાય છે. જાહ્નવી હાલમાં તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીની સફળતાનો આનંદ માણી રહી છે.

Shah Jina