પેરિસમાં પતિ સાથે હનીમુન મનાવી રહી છે કોમેડિયન કૃષ્ણાની બહેન અને એક્ટ્રેસ આરતી સિંહ, શેર કરી રોમેન્ટિક તસવીરો

ગોવિંદાની ભાણી આરતીએ પેરિસમાં ખુલ્લેઆમ કિસ ઉપર કિસ કરી, ભડક્યા યુઝર્સ, કહ્યુ- આને અત્યારે જ ડિલીટ કરો…જુઓ ફોટોસ

કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકની બહેન અને ટીવી એક્ટ્રેસ આરતી સિંહે લગભગ બે મહિના પહેલા જ બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે. બંનેએ 25 એપ્રિલ 2024ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ટીવીથી લઈને બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

આરતીના મામા એટલે કે ગોવિંદાએ પણ બધી જૂની વાતો ભૂલીને લગ્નમાં હાજરી આપી હતી અને નવા કપલને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે લગ્ન બાદ હવે આ દિવસોમાં આરતી તેના પતિ દીપક સાથે મેરિડ લાઇફનો આનંદ માણી રહી છે. હાલમાં જ પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ આરતી હવે આખરે પતિ સાથે હનીમૂન પર ગઈ છે. આ વચ્ચે કપલના હનીમૂનની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

‘બિગ બોસ 13’ ફેમ આરતી સિંહ તેના પતિ દીપક ચૌહાણ સાથે હનીમૂન પર પ્રેમના શહેર પેરિસ ગઈ છે. આરતીએ પહેલા પેરિસ અને પછી 12 દિવસના હનીમૂન માટે ગ્રીસ જવાનું નક્કી કર્યું છે. આરતીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના હનીમૂનની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આરતી દીપક સાથે રોમાંસ કરતી જોવા મળી રહી છે. એક તસવીરમાં આરતી એફિલ ટાવરની સામે દીપકને કિસ કરતી તો એક તસવીરમાં ફિલ્મી પોઝ આપતો જોવા મળે છે.

જો કે, આરતી અને દીપકની પહેલી અને છેલ્લી તસવીર જોઈને મોટાભાગના લોકો ગુસ્સે થઈ રહ્યા છે. આ તસવીરમાં દીપક આરતીનો એક પગ ઊંચો કરી પોઝ આપી રહ્યો છે. આવી સ્થિતિમાં આરતી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. ફેન્સ આ તસવીરને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ડિલીટ કરવા વિશે લખી રહ્યાં છે. આ પછી અભિનેત્રીએ ફરી એકવાર એફિલ ટાવરની સામે ઉભા રહીને તસવીરો ક્લિક કરાવી હતી, જેમાં તે લાલ સાડીમાં જોવા મળી રહી છે.

Shah Jina