‘ઇમરાન ખાનને મુક્ત કરો’…ભારત-પાકિસ્તાન મેચમાં સ્ટેડિયમ પર ઉડ્યુ એરક્રાફ્ટ
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની મેચ દરમિયાન સુરક્ષાનો ભંગ જોવા મળ્યો હતો. આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મુક્તિ કરોનું બેનર જોવા મળ્યું હતું, સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં એક પ્લેન સ્ટેડિયમની ઉપર ઉડતું જોવા મળ્યું, જેમાં ‘ઇમરાન ખાનને મુક્ત કરો’નું બેનર હતું.
આ ઘટના ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની પ્રથમ ઓવર બાદ બની હતી. જો કે, આ પહેલો કિસ્સો નથી જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન ઈમરાન ખાનના ચાહકો અને સમર્થકોએ બેનર લગાવ્યા હોય. ઇંગ્લેન્ડમાં 2019 ODI વર્લ્ડ કપ દરમિયાન એજબેસ્ટનમાં ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ મેચ દરમિયાન, આવું જ એક વિમાન જોવા મળ્યુ હતુ, જેના પર વિશ્વને બલૂચિસ્તાન માટે અવાજ ઉઠાવવો જોઇએ એવું બેનર લાગેલુ હતુ.
ઉલ્લેખનીય છે કે, જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિનો પડઘો અમેરિકામાં પણ સંભળાઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી T20 વર્લ્ડ કપની મેચ દરમિયાન એક વિમાન સ્ટેડિયમની ઉપર ઉડતું જોવા મળ્યું. આ એરક્રાફ્ટ પર ઈમરાન ખાનને છોડવાનો મેસેજ લખવામાં આવ્યો હતો.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં ‘ઈમરાન ખાનને મુક્ત કરો’નો સંદેશ લઈ જતું વિમાન ન્યુયોર્કના નાસાઉ કાઉંટી સ્ટેડિયમ પર જોવા મળ્યું હતું. જણાવી દઈએ કે 71 વર્ષીય ઈમરાન ખાનને ગયા વર્ષે સપ્ટેમ્બરથી રાવલપિંડીની હાઈ સિક્યોરિટી અદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે.
#WATCH | An aircraft carrying the message ‘Release Imran Khan’ is seen above Nassau, New York, where India is playing against Pakistan in the T20 World Cup pic.twitter.com/tYxrbKcY7C
— ANI (@ANI) June 9, 2024