IND vs PAK : ભારત સામે મળેલી હાર બાદ મેદાનમાં જ રડી પડ્યો પાકિસ્તાની પ્લેયર- વીડિયો થયો વાયરલ

ટોસ કરતા સમયે સિક્કો ભૂલી ગયો રોહિત : સૂર્યાનો સુપર કેચ, ક્રિસ ગેલે પહેર્યુ સ્પેશિયલ ઇન્ડિયા-પાકિસ્તાન બ્લેઝર, વિરાટ-બાબરનો લીધો ઓટોગ્રાફ

ભૂલક્કડ રોહિત શર્મા, ટોસ સમયે ભૂલી ગયો ક્યા રાખ્યો છે સિક્કો, બાબર આઝમ પણ હસવા લાગ્યો…

ક્રિકેટ ચાહકોની રાહ 9 જૂને પુરી થઈ ગઇ, દર્શકોએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ જોઈ. નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં ભારતે 6 રનથી મેચ જીતી લીધી. આ મેચ જોવા માટે સચિન તેંડુલકર અને ક્રિસ ગેલ પણ આવ્યા હતા. આખુ સ્ટેડિયમ ભારત અને પાકિસ્તાનના ચાહકોથી ખચોખચ ભરેલું હતું.

આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જો કે, આખરે T20 વર્લ્ડ કપ 2024માં ભારતે પાકિસ્તાન સામે રોમાંચક જીત હાંસલ કરી. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. આ મેચ લો સ્કોરિંગ હતી. પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા હતા. એક સમયે મેચ પાકિસ્તાની ટીમ તરફ હોય એમ લાગી રહ્યુ હતુ.

જો કે, જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગ સાથે પાકિસ્તાનની જીત તરફ જતી મેચને હારમાં બદલી નાખી. તેણે ચાર ઓવરના સ્પેલમાં માત્ર 14 રન આપ્યા અને ત્રણ મહત્વની વિકેટ લીધી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાનની મેચ વરસાદ અને ભીના આઉટ ફિલ્ડને કારણે થોડો સમય પછી ચાલુ થઇ હતી. મેચ અડધો કલાક મોડી શરૂ થઈ હતી.

આવી સ્થિતિમાં ટોસ પછી અને મેચની શરૂઆત પહેલા મેદાન પર એક રસપ્રદ ઘટના જોવા મળી. ટી-20 વર્લ્ડ કપ માટે એમ્બેસેડર બનાવવામાં આવેલ ક્રિસ ગેલનો આ દરમિયાન રસપ્રદ દેખાવ જોવા મળ્યો. શાનદાર જીવનશૈલી જીવતા વેસ્ટ ઈન્ડિઝના આ ખતરનાક બેટ્સમેને સફેદ ડિઝાઈનર સૂટ પહેર્યો હતો. જેની એક બાજુ ભારતના રંગમાં રંગાયેલી અને બીજી બાજુ પાકિસ્તાનના રંગમાં રંગાયેલી હતી.

યુનિવર્સ બોસ આ ખાસ સૂટ પર દિગ્ગજ ક્રિકેટરોના ઓટોગ્રાફ લેતા પણ જોવા મળ્યો હતો. ક્રિસ ગેલે સૌથી પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માનો સંપર્ક કર્યો. ટોસ પહેલા જ હિટમેને ગેલના સૂટનું ‘શ્રી ગણેશ’ કર્યુ. આ પછી પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલીએ ક્રિસ ગેલના સૂટ પર ઓટોગ્રાફ આપ્યો. આ પછી ક્રિસ ગેલ પાકિસ્તાનના કેપ્ટન પાસે પહોંચ્યો અને બાબર આઝમનો ઓટોગ્રાફ લીધો.

સ્ટેડિયમમાં મેચ દરમિયાન એક અજીબોગરીબ ઘટના જોવા મળી. મેદાન ઉપર એક વિમાન ઉડતું જોવા મળ્યું, તેના પર એક બેનર લટકતું હતું, જેના પર લખ્યું હતું- ઈમરાન ખાનને મુક્ત કરો. આ ઉપરાંત ટોસ દરમિયાન એક હાસ્ય ઘટના બની. રોહિત શર્મા અને બાબર આઝમ ટોસ કરવા મેદાનમાં પહોંચ્યા હતા. પ્રસ્તુતકર્તા રવિ શાસ્ત્રીએ રોહિત શર્માને સિક્કો ઉછાળવાનું કહ્યું. રોહિત ભૂલી ગયો હતો કે ટોસનો સિક્કો તેના ખિસ્સામાં છે. આ પછી રોહિતે ખિસ્સામાંથી સિક્કો કાઢીને ઉછાળ્યો.

Shah Jina