એરપોર્ટ પર સૂતા-સૂતા ગજબની નાચી મહિલા, ભડક્યા લોકો, બોલ્યા- દિલ્લી મેટ્રો વાળો હાલ કરી દીધો…જુઓ વીડિયો
દિલ્હીની મેટ્રો ટ્રેનથી લઈને મુંબઈની લોકલ ટ્રેન સુધી ઈન્સ્ટાગ્રામ રીલના દીવાના તો લગભગ સૌ કોઇ લોકોએ જોઇ લીધા. કેટલાક રીલ માટે નાચી ગાઇ રહ્યા છે તો કેટલાક જીવલેણ સ્ટંટ કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા એરપોર્ટ પર અજીબોગરીબ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
રીપોર્ટ અનુસાર, આ વીડિયો મુંબઈ એરપોર્ટનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સલવાર સૂટ પહેરેલી એક મહિલા અચાનક ભીડ વચ્ચે ‘આપકા આના…’ ગીત પર ડાન્સ કરવા લાગે છે. આસપાસના લોકો સ્તબ્ધ થઇ જાય છે કારણ કે મહિલા જમીન પર સૂતા સૂતા પણ ડાંસ કરી રહી છે. આ વીડિયોને X પર @desimojito નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે.
એક યુઝરે લખ્યું- શું આ રીલનો વાયરસ એરપોર્ટ સુધી ફેલાઇ ગયો ? ઘણા લોકોએ વીડિયો જોયા બાદ આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોએ લખ્યું કે એરપોર્ટ ઓથોરિટીએ આની સામે કાર્યવાહી કરવી જોઈએ. જો કે, ઘણા લોકો તો વિડિયો પર ફની કમેન્ટ્સ કરતા જોવા મળ્યા.
The virus has reached the airports pic.twitter.com/vSG15BOAZE
— desi mojito 🇮🇳 (@desimojito) May 29, 2024