દીકરાએ ઘરની કાઢી મુક્યા, સિક્યોરિટી ગાર્ડનું સપનું હતું અયોધ્યા રામમંદિર દર્શન, આ વીડિયો જીતી લેશે દિલ

ઇન્ફ્લુએન્સરે પૂરુ કર્યુ સિક્યોરિટી ગાર્ડનું સપનું, ફ્લાઇટથી અયોધ્યા લઇ જઇ કરાવ્યા રામલલાના દર્શન- વીડિયો જીતી લેશે દિલ

એક હૃદય સ્પર્શી વીડિયો સામે આવ્યો છે, ભારતીય ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અનીશ ભગતે પોતાની દયાળુતા બતાવી છે. તેણે સાબિત કર્યું કે દયાળુતાની કોઈ સીમા નથી. ઉત્તર પ્રદેશની ધોરણ 10 ટોપર પ્રાચી નિગમને તેના ચહેરાના વાળ માટે ઉપહાસનો સામનો કરવો પડ્યો હતો, જેના માટે અનીશ ભગત તેના સમર્થનમાં આવ્યો હતો.

જો કે, આ વખતે તે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ માટે ઉભો થયો છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા વિડિયોમાં અનીશ ભગત એક સુરક્ષા ગાર્ડને મળે છે જેને પ્રેમથી ‘વ્યાસ જી’ કહેવામાં આવે છે. વ્યાસજી કહે છે કે તેઓ 65 વર્ષની ઉંમરે કામ કરી રહ્યા છે કારણ કે તેમનો એકમાત્ર પુત્ર તેમને છોડી ચાલ્યો ગયો છે.

તેમની કહાનીથી પ્રેરિત થઈને અનીશે વ્યાસજીના સ્વપ્નને સાકાર કરવાનું નક્કી કર્યું. કોઈપણ ખચકાટ વિના અનીશે અયોધ્યા જવા માટે ટિકિટની વ્યવસ્થા કરી, જેથી વ્યાસજીની રામ મંદિર જવાની ઈચ્છા પૂરી થઈ શકે. જ્યારે અનીશ અચાનક રામ મંદિર જવા વિશે કહે છે ત્યારે બેધ્યાન સિક્યોરિટી ગાર્ડ ચોંકી જાય છે.

ફ્લાઇટ દ્વારા અયોધ્યા પહોંચ્યા પછીની યાત્રા સૌથી યાદગાર બની જાય છે, કારણ કે સિક્યોરિટી ગાર્ડે પ્રથમ વખત ફ્લાઇટમાં મુસાફરી કરી હતી. જ્યારે વ્યાસજી નવા બનેલા રામ મંદિરની અંદર પગ મૂકે છે ત્યારે તેમનું સ્વપ્ન પૂર્ણ થાય છે. તેમની આંખો આનંદના આંસુઓથી ભરાઈ આવે છે અને તે મનમાં ભગવાનને પ્રાર્થના કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Anish Bhagat (@anishbhagatt)

Previous Article

54 વર્ષની મહિલાએ કર્યુ હીરામંડી ફેમ અદિતિ રાવ હૈદરી જેવું ગજગામિની વોક, Netflix એ કર્યુ રિએક્ટ- જુઓ વીડિયો

Next Article

Using Data Analytics to Drive Growth in the Travel Industry

error: Protected Content!