ધોમધખતા તડકામાં કૂલર ખેંચી જઇ રહ્યો હતો હાથ રિક્ષાવાળો, જોઇને એક છોકરીને આવી દયા અને પછી કર્યુ નેક કામ- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના વીડિયો જોવા મળે છે. કેટલાક વીડિયો ફાલતુ તો કેટલાક વિચિત્ર હોય છે. જો કે, ઘણા વીડિયો એવા પણ હોય છે જેને લોકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે, તો કેટલાક પ્રેરણા આપનારા વીડિયો પણ હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતિ તડકામાં રિક્ષાચાલકની મદદ કરતી જોવા મળી રહી છે.

વીડિયો જોયા બાદ લોકોએ મહિલાની ઉદારતા ખૂબ જ પસંદ કરી અને તેના વખાણ પણ કર્યા. વીડિયોમાં એક મહિલા હાથ રિક્ષાની પાછળ દોડતી દેખાઈ રહી છે. રિક્ષાચાલક ફ્લાયઓવર પર મોટું કુલર લઈને જઈ રહ્યો છે. મહિલા રિક્ષા પાસે પહોંચતા જ તેને પાછળથી ધક્કો મારવા લાગે છે જેથી રિક્ષાચાલકને થોડી મદદ મળી શકે. થોડા સમય પછી તે થાકી જાય છે અને ધીમી પડી જાય છે,

આ પછી તેના મિત્રની મદદ માંગે છે. મહિલા અને વીડિયો બનાવનાર વ્યક્તિ સાથે મળીને રિક્ષાને ધક્કો મારે છે. રિક્ષાચાલકને મદદ કર્યા પછી મહિલા તેને રિક્ષા રોકવા માટે કહે છે અને તેને ખાવાનું બોક્સ તેમજ પાણીની બોટલ આપે છે. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો. ઘણા લોકોએ મહિલાની મદદ કરવા બદલ તેની પ્રશંસા કરી હતી.

Shah Jina