મનોરંજન

ફિલ્મમાં વૃદ્ધ દેખાતી આ 5 અભિનેત્રીઓ અસલ જીવનમાં છે ખુબસુરત, ફેન્સને બેહોશ કરી નાંખ્યા

એક કલાકાર તેને જ કહેવાય છે કે જે પોતાના અભિનય પાત્રમાં પોતાને પુરી રીતે ઢાળી દે. પછી તે એક કોમેડીયનના કિરદારમાં હોય કે પછી વિલેનના. આવા કલાકારો દરેક કિરદાર દરેકને સુંદરતાથી નિભાવી લે છે.

વાત અભિનેત્રીઓને કરીએ તો અમુક એવી પણ છે કે જેઓ પોતાની ઇમેજને કાયમ રાખવા માટે અમુક ખાસ રોલ જ નિભાવે છે જ્યારે અમુક ફિલ્મોમાં અભિનેત્રીઓ પોતાની ઇમેજથી પરે જઈને વૃદ્ધ મહિલા કે માં નો કિરદાર કરવા માટે પણ તૈયાર રહેતી હોય છે. આજે અમે તમને એવી જ અભિનત્રીઓ વિશે જણાવીશું કે જેઓ ફિલ્મોમાં માં નો રોલ કરીને ઘરે ઘરે ફેમસ બની ગઈ પણ અસલ જીવનમાં તેઓ એકદમ બોલ્ડ અને યુવાન છે.

Image Source

1. અર્ચના જોઇસ:
વર્ષ 2018 માં આવેલી ફિલ્મ KGF માં યશની માં નો રોલ કરનારી અભિનેત્રી અર્ચના જોઇસ અસલ જીવનમાં ખુબ જ સુંદર છે, ફિલ્મમાં વૃદ્ધ દેખાતી અર્ચના વાસ્તવમાં હજી યુવાન જ છે અને તેની ઉંમર માત્ર 31 વર્ષ જ છે.

Image Source

2.મેહર વીજ:
બજરંગી ભાઈજાન અને સિક્રેટ સુપરસ્ટારમાં મા નો રોલ નિભાવનારી મેહર વીજ અસલમાં ખુબ જ સુંદર અને બોલ્ડ છે. તેની અદાઓ કોઈ અભિનેત્રહી કમ નથી. જણાવી દઈએ કે મેહરની ઉંમર હાલ માત્ર 33 વર્ષ છે.

Image Source

3. અમૃતા સુભાષ:
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉય માં રણવીરની મા નો રોલ કરનારી અમૃતા સુભાષ રિયલ લાઈફમાં ખુબ જ સુંદર છે, તેને ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે.અમૃતા 41 વર્ષની થઇ ચુકી છે.

Image Source

4. રામ્યા કૃષ્ણન:
ફિલ્મ બાહુબલી માં માતા શિવગામીનો કિરદાર નિભાવનારી રામ્યા કૃષ્ણન અસલ જીવનમાં એકદમ યુવાન અને સુંદર છે. રામ્યા અત્યાર સુધીમાં 200 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુકી છે. રામ્યાની  ઉંમર 49 વર્ષની છે.

Image Source

5. નાદિયા:
વર્ષ 2013 માં સાઉથની ફિલ્મ મિર્ચીમાં પ્રભાસની મા નો કિરદાર કરનારી નાદિયા જો કે ઘણી ફિલ્મોમાં મા નો રોલ કરી ચુકી છે. પણ અસલ જીવનમ તે એટલી સુંદર છે કે તેને જોઈને કોઈ નહિ કહી શકે કે ફિલ્મમાં તે એક વૃદ્ધ માતાના કિરદારમાં હતી.નળિયાની ઉંમર 53 વર્ષ થઇ ચુકી છે.