અજબગજબ ખબર

એવું તો શું હતું આ કબૂતરમાં ? કે જે 14 કરોડથી પણ વધારે કિંમતમાં વેચાયું ? જાણીને તમે પણ હેરાન રહી જશો

કબૂતરને આપણે શાંતિ દૂત કહીએ છીએ. એક સમય એવો હતો જયારે મોબાઈલ ફોન અને ટપાલ સેવા નહોતી ત્યારે કબૂતરને સંદેશાવાહક તરીકે પણ આપણે ઉપયોગમાં લેતા હતા. તેના ઉપરથી જ તો ગીત બન્યું છે: “કબૂતર જા જા જા, પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજન કો દેઆ” આ ગીતમાં પણ કબૂતર સંદેશા વાહક તરીકે જોવા મળે છે.

Image Source

પરંતુ આ બધી વાતો હવે આપણને જૂની લાગે, પરંતુ તમારા આશ્ચર્ય વચ્ચે એક વાત તમને જણાવી દઈએ કે હાલ એક ખબર ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં એક કબુતરની કિંમત 14 કરોડ રૂપિયા કરતા પણ વધારે લગાવવામાં આવી છે. એવું તો શું છે આ કબૂતરમાં ચાલો જાણીએ….

Image Source

હાલમાં જ થયેલી નિલામીની અંદર આ કબૂતરને 14 કરોડ રૂપિયાથી પણ વધારે કિંમતમાં વેચવામાં આવ્યું છે. આ કબૂતર તેની પ્રજાતિમાં સૌથી ઝડપથી ઉડવા વાળું કબૂતર છે. આ કબૂતરનું નામ “ન્યુ કિમ” છે. બેલ્જીયમ પ્રજાતિનું આ કબૂતર 14.14 કરોડ રૂપિયામાં વેચાયું છે.

Image Source

પીપ પીંજન સેન્ટરમાં થયેલી નિલામીની અંદર એક ધનવાન ચીનીએ તેને ખરીદ્યુ છે. આ કબૂતરને ખરીદવા માટે બે ચીની લોકોએ બોલી લગાવી. બંનેએ પોતાની ઓળખનો ખુલાસો નથી કર્યો. આ બંને ચીની નાગરિકો સુપર ડુપર અને હિટમેનના નામથી બોલી લગાવી રહ્યા હતા.

Image Source

હિટમેને ન્યુ કિમ માટે પહેલા બોલી લગાવી અને ત્યારબાદ સુપર ડુપરે. સુપર ડુપરે 1.9 મિલિયન યુએસ ડોલર એટલે કે 14.14 કરોડ રૂપિયાની બોલી લગાવીને આ કબૂતરને પોતાના નામે કરી લીધું.

Image Source

કેટલાક લોકોનું માનવું છે કે આ બંને ચીની નાગરિક એક જ વ્યક્તિ હતા. આ નિલામીની અંદર એ પરિવાર પણ હાજર હતો જે આ કબુતરોને રેસિંગ અને ઝડપથી ઉડવાની તાલીમ આપતો હતો અને તેમનું પાલન પોષણ કરીને આ લાયક બનાવ્યું છે. આ નિલામીની અંદર 445 કબૂતર આવ્યા હતા. આ નિલામીની અંદર વેચાયેલા કબૂતર અને એનું પક્ષીઓની કુલ 52.15 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી છે.