‘તારક મહેતા’માં દયાબેનની એન્ટ્રી વચ્ચે હવે શોમાં આવી રહી છે મિસિસ સોઢી, જાણો કઇ અભિનેત્રી નિભાવશે પાત્ર

દિશા વાકાણી નહિ તારક મહેતામાં થઇ નવી એક્ટ્રેસની એન્ટ્રી, મિસિસ સોઢી બની કરી રહી છે શોમાં એન્ટ્રી

તારક મહેતાને મળી ગઇ નવી રોશન ભાભી, આ એક્ટ્રેસ નિભાવશે પાત્ર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ઘણા કલાકારો અત્યાર સુધી અલવિદા કહી ચૂક્યા છે. આ વર્ષે જેનિફર બંસીવાલે પણ શો ક્વિટ કરી દીધો હતો તે બાદથી શોમાં રોશનભાભીનું પાત્ર જોવા મળી રહ્યુ નહોતુ, પણ હવે શોમાં જેનિફરની જગ્યાએ એક એક્ટ્રેસની એન્ટ્રી થવાની છે. જેનિફરને જે એક્ટ્રેસે રિપ્લેસ કરી છે તે છે મોનાઝ મેવાવાલા. શોમાં તેની એન્ટ્રી પાક્કી છે અને આવનારા એપિસોડમાં તેને શોમાં ઇંટ્રોડ્યુઝ પણ કરવામાં આવશે.

તારક મહેતામાં નવા રોશન ભાભીની એન્ટ્રી

એક ઇન્યરવ્યુમાં મોનાઝે આ શોમાં એન્ટ્રીને લઇને ઘણી ખુશી જાહેર કરી છે. તે આ શોનો હિસ્સો બની ઘણી એક્સાઇટેડ છે અને તેને વિશ્વાસ છે કે ઓડિયન્સ તેને ઘણો પ્રેમ આપશે. ત્યાં વાત આસિત મોદીની કરીએ તો તે મોનાઝ સાથે પહેલા પણ કામ કરી ચૂક્યા છે અને તારક મહેતામાં મોનાઝની એન્ટ્રીની તૈયારી પણ થઇ ગઇ છે.

ટીવીની જાણિતી એક્ટ્રેસ છે મોનાઝ મેવાવાલા

મુંબઇમાં રહેનારી મોનાઝ ઘણા સમયથી એક્ટિંગ ફિલ્ડમાં છે અને તે જાણિતા એક્ટર ફિરદૌસ મેવાવાલાની દીકરી છે, જેને આપણે ઘણી ફિલ્મોમાં જોઇ ચૂક્યા છીએ. મોનાઝ મીત મિલા દે રબ્બા, રિશ્તો કી ડોર, ઝિલમિલ સિતારો કા આંગન હોગા, જય દુર્ગા, અર્ધાંગિની જેવી સીરિયલ્સનો હિસ્સો રહી ચૂકી છે અને ટીવીની દુનિયામાં ઘણુ નામ કમાવી ચૂકી છે. હવે તે તારક મહેતા શોમાં આવવા તૈયાર છે.

કહ્યુ- મિસ્ટર મોદીની આભારી છું 

મોનાઝે કહ્યુ કે- હું આ ફેમીલીનો હિસ્સો બની ઘણી એક્સાઇટેડ અને ગર્વ મહેસૂસ કરુ છુ. મને રોલ ઘણો પસંદ છે અને હું મિસ્ટર મોદીની આભારી છું કે તેમણે મને મોકો આપ્યો. હું આ પાત્રમાં પૂરી તાકાત અને દિલ લગાવી દઇશ. મેં પહેલા પણ મિસ્ટર મોદી સાથે કામ કર્યુ છે. મને TMKOCના બધા સભ્યો માટે તેમનું પૈશન અને ડેડિકેશન છેલ્લા 15 વર્ષથી પસંદ છે. મને પાક્કુ ખબર છે કે ચાહકો મને પ્રેમ અને સપોર્ટ જરૂર આપશે.

Shah Jina