40 વર્ષની અભિનેત્રીના લગ્નના 6 વર્ષ થઇ ગયા આ દેશી હિરોઈનને તો પણ બચ્ચું નથી આવ્યું, હવે કર્યો મોટો ખુલાસો

‘બિગબોસ 10’ના ઘરમાં પોતાના બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કરનારી ભોજપુરી અભિનેત્રી મોનાલિસા એક ખૂબસુરત સંબંધમાં છે. અભિનેત્રી હાલમાં ‘બેકાબૂ’ સાથે ટેલિવિઝન પર પરત ફરી છે અને યામિનીના રૂપમાં દર્શકોનું દિલ જીતી રહી છે. વિક્રાંત અને મોનાલિસાનું કરિયર બરાબર ચાલી રહ્યુ છે અને આ કપલ હવે જલ્દી જ તેમના પરિવારને વધારવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે.

ઇટાઇમ્સ ટીવી સાથે વાતચીતમાં મોનાલિસાએ પોતાના નવા શો બેકાબૂ અને પરિવારને વધારવાની પોતાની ઇચ્છા વિશે વાત કરી. મોનાલિસાએ કહ્યુ- હું આ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષોથી છું અને હું હંમેશા એકતા કપૂર મેમ સાથે કામ કરવા માગતી હતી. આ તેમની સાથે મારે પહેલો પ્રોજેક્ટ છે અને હું ઘણી ખુશ છું, આ મારા માટે સપનાના સાચા થવા જેવું છે. ઓડિશન દેતા સમયે મને હંમેશા એ સાંભળવા મળ્યુ છે કે એકતા મેમ તેમના કલાકારોને ભવ્ય રીતે બતાવે છે.

રોલ્સ હંમેશા જીવનમાં મોટા હોય છે અને આખરે જ્યારે મને રોલ મળ્યો ત્યારે હું ખુશીથી ઝૂમી ઉઠી. મોનાલિસા, જે એકવાર ફરી નેગેટિવ રોલ કરી રહી છે તેણે શેર ર્યુ કે તેને એક વિલનના રોલમાં કોઇ આશંકા નથી. ટેલિવિઝનમાં હું નેગેટિવ રોલ કરી રહી છુ પણ જ્યારે હું વેબ શો કરું છું તો પોઝિટિવ કિરદાર નિભાવુ છું. ફિલ્મોમાં પણ મેં હંમેશા એક હિરોઇનનો રોલ પ્લે કર્યો છે, પોઝિટિવ.

નેગેટિવ રોલમાં મને પોતાને ચેલેન્જ કરવું અને કંઇ અલગ કરવાનો મોકો મળે છે. મને કોઇ આશંકા નથી અને હંમેશા હું એ જ કરીશ કે જે દર્શકો પસંદ કરે છે. મોનાલિસા તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે અને આને લઇને તેણે કહ્યુ કે, હું પોતાનું ધ્યાન રાખુ છુ અને પોતાના ખાવાનું પણ ધ્યાન રાખુ છુ. હું ઘણુ પાણી પીવું છુ, હું એક માણસના રૂપમાં ઇમાનદાર છું અને આ મારા ચહેરા પર ઝળકે છે. મને કોઇ દુર્ભાવના નથી. આ મારા માટે કામ કરે છે.

પરિવારને આગળ વધારવા વિશે વાત કરતા મોનાલિસાએ કહ્યુ- વિક્રાંત અને હું પરિવાર શરૂ કરવા ઇચ્છીએ છીએ. હું બ્રેક પર નથી, અમે પારિવારિક રીતે આગળ વધવા માગીએ છીએ, અમે કોશિશ કરી રહ્યા છીએ પણ આ વિશે વધારે વાત નથી કરતા કારણ કે આ વસ્તુ અમારા હાથમાં નથી. જ્યારે પણ આવું થશે તો આશ્ચર્ય થશે અને અમે બધુ ભગવાન અને અમારી કિસ્મત પર છોડી દીધુ છે.

Shah Jina