કરીના કપૂરે કાપી ચંપલની ડિઝાઇનવાળી કેક ! કેક અને સેંડલમાં કન્ફ્યુઝ થતી જોવા મળી અભિનેત્રી- ચાહકો વીડિયો જોઇ થયા નારાજ
અસલી અને નકલી ચંપલમાં ફરક ભૂલી કરીના કપૂર, શૂ-શેપ કેક કાપતા ડરી બેબો, વીડિયો વાયરલ
બી ટાઉનની ગ્લેમરસ ક્વીન કરીના કપૂર ખાન હાલમાં જ એક શૂ શોપનું પ્રમોશન કરવા પહોંચી હતી. મુંબઇ સ્થિત ફુટવેર Fizzy Gobletના પ્રમોશનલ ઇવેન્ટમાં કરીના કપૂરે પૂરી લાઇમલાઇટ ચોરી લીધી. તેણે પોતાના અંદાજમાં શૂઝનું પ્રમોશન કર્યુ. આ ઇવેન્ટનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં અભિનેત્રી નકલી અને અસલી ચંપલમાં કન્ફ્યુઝ થતી જોવા મળી રહી છે.
ઇવેન્ટમાં કરીના કપૂરે કેક કટિંગ કરી હતી અને આ દરમિયાન શૂ-શેપ વાળી કેક કટિંગ કરતા અભિનેત્રીના રિએક્શને બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. ઇવેન્ટમાં ચંપલ શેપની કેક કાપતા કરીના કપૂર હાઇપર રિયલિસ્ટિક શૂ-શેપ કેક અને અસલી ચંપલમાં ઘણી કન્ફ્યુઝ જોવા મળી હતી. તેને શૂ-શેપ કેક કાપતા ડર લાગી રહ્યો હતો. ઘણુ ધ્યાન લગાવ્યા બાદ અને અસલી ચંપલ ચેક કર્યા બાદ આખરે અભિનેત્રીએ ડરી ડરીને કેક કાપી હતી.
કરીના કપૂરનો આ વીડિયો ઇન્ટરનેટ પર હેડલાઇન્સ મેળવી રહ્યો છે, કરીના વીડિયોમાં કેક કાપી તેનો ટુકડો હાથમાં લઇ તેને સુંઘતી પણ જોવા મળી રહી છે. કરીના કપૂરે સેન્ડલ કેકનો એક પીસ ઉપાડ્યો અને કહ્યું કે તે તેને ખાવાથી ડરે છે. હવે કરીનાના આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું કે – કેક પાસે સેન્ડલ કોણ રાખે ભાઇ, બીજા એકે કહ્યું – મને આ પસંદ નથી, અન્નનું અપમાન ન કરવું જોઇએ. એકે કહ્યું- આ સેન્ડલ કેક કોણ ખાય છે.
બીજાએ લખ્યું – હવે આ જ જોવાનું બાકી રહી ગયુ હતુ. કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હતી, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઇ હતી. કરીના કપૂરની આગામી ફિલ્મોમાં ‘તખ્ત’ (કરણ જોહર), ‘વીરે દી વેડિંગ 2’ (શશાંક ઘોષ), ‘સારે જહાં સે અચ્છા’ (મહેશ મથાઈ), અને રાજેશ કૃષ્ણનની ‘ધ ક્રૂ’ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય તે OTTની દુનિયામાં પણ પગ મુકવા જઈ રહી છે. તે સુજોય ઘોષની આગામી ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં જોવા મળશે.
View this post on Instagram