જીવનશૈલી

ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પાછા ફર્યા બાદ મોહમ્મદ સિરાજે આપી પોતાને જ એક શાનદાર ભેટ, ખરીદી લકઝરીયસ BMW કાર, જુઓ તસવીરો

એક સમયે બસ માટેનું ભાડું નહોતું, આજે BMW કાર ખરીદી- જુઓ તસવીરો

ભારત ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ જીતી ગયા બાદ દરેક ખેલાડી ખુબ જ ઉત્સાહમાં છે, ત્યારે ઓસ્ટ્રેલિયા સામે જ ટેસ્ટ ડેબ્યુ કરનાર મોહમ્મદ સિરાઝની પણ ખુબ જ પ્રસંશાઓ થઇ રહી છે. સિરાઝ ટેસ્ટ શ્રેણીમાં 13 વિકેટ પોતાના નામે કરી હતી.

Image Source

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ સિરાજના પિતાનું પણ નિધન થયું હતું. સિરાજના પિતા ઇચ્છતા હતા કે તે ભારતીય ટિમ માટે રમે. સિરાજે તેના પિતાના સપનાંને પૂર્ણ કર્યું હતું, ત્યારે બીજી ટેસ્ટ દરમિયાન રાષ્ટ્રગાન વખતે જ સિરાજની આંખોમાં આંસુઓ આવ્યા હતા. જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.

Image Source

ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફર્યા બાદ સિરાજ તરત જ પોતાના પિતાની કબર પાસે ગયો હતો અને ત્યાં તેને ફાતિયાં પણ વાંચ્યા હતા. સિરાજનું પોતાના ગૃહ નગરમાં શાનદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

Image Source

હવે સિરાજે પોતાના માટે એક શાનદાર કાર ખરીદી છે, જેની તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર શેર કરી છે.

Image Source

સિરાઝ શાનદાર ભૂરા રંગની BMW કાર ખરીદી છે. પોતાની સ્ટોરીની અંદર તસવીરો શેર કરવાની સાથે જ સિરાજે લખ્યું છે “અલહમદુલીલ્લાહ” મતલબ કે “બધી જ પ્રસંશાઓ અલ્લાહના નામે છે.”

Image Source

સિરાજ માટે એક સમય એવો પણ હતો જયારે તેની પાસે બસના ભાડાના પણ પૂરતા પૈસા નહોતા. તેના પિતા રીક્ષા ચલાવતા હતા. પરંતુ સિરાજની ક્રિકેટ પ્રત્યેની લગન અને મહેનત તેને ભારતીય ટીમની અંદર લઇ આવી અને આજે તે શાનદાર BMW કારનો પણ મલિક બની ગયો.