ખબર

મોદીજી કેમ ખેંચે છે બાળકોના કાન, તેની પાછળ છુપાયું છે મોટું જ્ઞાન

આ જાણી લ્યો..જીવન ધન્ય થઇ જશે

2020 માં મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હત. વડાપ્રધાન મોદીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાનને લઈને કાર્યક્રમ ફેરફાર કરવામાં આવ્યો હતો.  પહેલા કેશુભાઈના  ઘરે સાંત્વના પાઠવવા અને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ બાદ નરેન્દ્ર મોદી મહેશ-નરેશની બેલડીને શ્રદ્ધાંજલિ પાઠવી પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન મોદીએ હિતુ કનોડિયાના દીકરા રાજવીરનો કાન ખેંચ્યો હતો.

Image source

તમે વિચારી રહ્યા હશો કે લોકો જયારે બાળકોને મળે છે ત્યારે આશીર્વાદ આપે છે માથા પર હાથ ફેરવે છે કે પછી ગાલ પર હાથ ફેરવે છે. પરંતુ કાન કેમ ખેંચતા હશે ? શું તમને ખબર છે જયારે પણ વડાપ્રધાન કોઈ બાળકને મળે છે ત્યારે તેનો કાન અચૂક ખેંચે છે. અગાઉ વડાપ્રધાન અક્ષય કુમારના દીકરા આરવથી લઇને જસ્ટીન ટ્રુડોના દીકરાનો કાન પણ ખેંચ્યો હતો. આવો જાણીએ વડાપ્રધાન કાન કેમ ખેંચે છે ? જણાવી દઈએ આ પાછળ મોટું કારણ છે.

Image source

જેનો જવાબ ભારતના જૂના ગ્રંથોમાં છે. ખરેખર, જ્યારે મોદી બાળકોના કાન ખેંચે છે, ત્યારે તેને થોપપુકરણમ કહે છે. તેનો ઉલ્લેખ સુપર બ્રેન યોગમાં કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દક્ષિણ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે.

Image source

એવું કહેવામાં આવે છે કે આ પ્રક્રિયાથી બાળકોમાં એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે. તમિળનાડુમાં મંદિરમાં ગણેશની મૂર્તિની સામે બાળકોને બેસાડીને તેમના કાન પકડીને ઉઠક-બેઠક કરાવવામાં આવે છે.

Image source

એક સમયે શિક્ષકો લેસન ન કરવા બદલ કે તોફાન કરવાને કારણે કાન પકડીને ઉઠક-બેઠક કરવાની સજા પણ આપતા. આ પ્રક્રિયામાં જમણા હાથથી ડાબો કાન અને ડાબા હાથ દ્વારા જમણો કાન પકડવામાં આવે છે.

Image source

વિજ્ઞાનનું માનીએ તો કાનના નીચલા ભાગને ઈયર લોબ કહે છે જે મગજ સાથે જોડાયેલા એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. કાન પકડતા જ આ પોઈન્ટ્સ એક્ટિવ થઈ જાય છે. આમ કાન ખેંચવાના અનેક ફાયદા છે