ખબર

અમદાવાદ: ગુમ થયેલી વૃષ્ટિએ માતાને કર્યો ઈ-મેલ અને કહી આ મોટી વાત, જાણો સમગ્ર મામલો

અમદાવાદના નવરંગપુરામાંથી વૃષ્ટિ અને શિવમના હાઈપ્રોફાઈલ મિસિંગ કેસમાં એક નો જ વળાંક આવ્યો છે. અત્યાર સુધી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરતી હતી. પરંતુ હાલમાં જ એક ચોંકવનારો ખુલાસો થયો છે. વૃષ્ટિ અને શિવમ છેલ્લા છ દિવસથી ગુમ છે.

હાલમાં જ આ ઘટના એક નવો ખુલાસો થયો છે. વૃષ્ટિએ તેના મમ્મીને ફોન કરવાની બદલે એક ઇમેઇલ કર્યો છે. આ માહિતી પોલીસને મળતા પોલીસે આઈપી એડ્રેસના આધારે તપાસને તેજ કરી છે.

Image Source

વૃષ્ટિએ ઇમેલમાં લખ્યું હતું કે, તેને નોકરી મળી ગઈ છે. વધુમાં તેને લખ્યું હતું કે, તેને ઘર છોડવાનું દુઃખ છે. પરંતુ તેને શિવમ અંગે કંઈ જ ઉલ્લેખ કર્યો નથી. વૃષ્ટિએ ઈમેલની શરૂઆતમાં લખ્યું હતું કે, હેલો મમ્મી મને ખબર છે તમે મારી બહુ ચિંતા કરી રહ્યા છે. મારું આવું કંઈ કરવાનો ઈરાદો ના હતો. તમને દુઃખ પહોંચ્યું હોય તો તેના માટે હું માફી માંગુ છું. એવી ઘણી વસ્તુઓ હતી જેના કારણે હું સાથે રહી શકું એમ નથી.

Image Source

ત્યારે આ મેલથી વૃષ્ટિ-શિવમ મિસિંગ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે, આખરે એવી તે શું ઘટના ઘટી હતી કે, વૃષ્ટિએ તેની માતાને ફોન કરવાને બદલે ઈમેલ કર્યો. આ આખા મેલમાં વૃષ્ટિએ શિવમનો કોઈ ઉલ્લેખ નહીં. એવી ત શું બન્યું હતું કે વૃષ્ટિએ ન્યાય મળ્યો ના હતો. આ તમામ મુદ્દાઓનું ધ્યાન રાખીને પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.