ખબર

અમદાવાદમાં 45 વર્ષનો આધેડે 9માં ધોરણમાં ભણતી વિધાર્થીને હોટેલમાં લઇ ગયો, કપડાં કાઢીને…. સગીરાએ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી

ટેટુની શોખીન દીકરીઓના માં-બાપ સાવધાન થઇ જજો: 45 વર્ષીય આ નરાધમે 17 વર્ષીય સગીરાને 10 દિવસમાં આટલી બધી વાર પીંખી નાખી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને સગીરાઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ખાસ કરીને આજે મોટી ઉંમરના લોકો નાની સગીરાઓને પોતાની હવસનો શિકાર બનાવવા માટે અલગ અલગ પેતરા રચે છે અને તેમને બ્લકેમેલ કરીને પોતાની હવસ સંતોષતા હોય છે, ત્યારે હાલ આવો જ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

અમદાવાદમાં યુનિવર્સિટી વિસ્તારની અંદર એક 45 વર્ષના આધેડે એક 17 વર્ષની સગીરાને ટેટુ હટાવવાના બહાને કપડાં ઉતારી અને 10 દિવસમાં જ બે વાર દુષ્કર્મ આચર્યું હતું, જેના બાદ સગીરાએ ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેના બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધીને તેની ધરપકડ કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ધોરણ 9માં ભણતી એક સગીરાના માતા પિતા બહાર ગામ ગયા હોવાના કારણે તેમને પોતાની દીકરીને એક સંબંધીના ઘરે મૂકી હતી, જ્યાં તેની પાડોશમાં રહેતા 45 વર્ષીય ભંવરલાલે સગીરા ઉપર નજર ભગાડી હતી અને સગીરાના હાથ ઉપર રહેલું ટેટુ હટાવવાના બહાને તેને હોટલમાં લઇ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરવા લાગ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

આરોપી સગીરાને ટેટુ હટાવવાના બહાને સીટીએમ વિસ્તારની એક હોટલમાં લઇ ગયો જેના બાદ તેની સાથે ત્યાં દુષ્કર્મ આચર્યું અને વીડિયો પણ બનાવી લીધો હતો, જેના બાદ તેને બ્લેકમેઇલ કરીને તેને ધમકી આપી તેના ઘરમાં જ બીજીવાર દુષ્કર્મ આચર્યું હતું. જે પછી વારંવાર સંબંધો બાંધવાનું દબાણ કરતા સગીરાએ ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના બાદ આખો મામલો સામે આવ્યો હતો. પરિવારને આ ઘટનાની જાણ થતા જ તેમને ભંવરલાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે પોક્સો, બળાત્કાર અને બ્લેકમેલીંગની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ભંવરલાલની ધરપકડ કરી તેના મોબાઇલમાં રહેલા સગીરાના ફોટા અને વીડિયો કબજે કરી, મોબાઈલ તપાસ માટે એફએસએલ ખાતે મોકલી આપેલ છે.