ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થયો અમદાવાદની સગીરાને, દરેક માં-બાપ ચેતી જજો હવે….જાણો આખો કિસ્સો
કહેવાય છે કે પ્રેમ ક્યારે, ક્યાં અને કોના સાથે થઇ જાય તેની ખબર જ રહેતી નથી. પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં તો લોકોને કોઇ બંધનો પણ નડતા નથી. ઘણીવાર તો લોકો પ્રેમમાં સરહદોના બંધનો પણ પાર કરી લેતા હોય છે. ત્યારે હાલમાં એવો ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં એક સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવક સાથે પ્રેમ થયો હતો અને આ પ્રેમ સગીરાને પાકિસ્તાન બોર્ડર સુઝી લઇ ગયો. જો કે, સગીરાની ઉંમર 18 વર્ષ ન હોવાને કારણે પોલિસ તેને પરત લાવી હતી. પોલિસે તે યુવકની પણ ધરપકડ કરી છે.
જણાવી દઇએ કે, આ યુવકની ઉંમર 18 વર્ષ છે અને યુવતિની ઉંમર 17 વર્ષ છે. આ બંનેની મુલાકાત સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ મારફતે થઇ હતી. તેઓ એકબીજાને મળ્યા પણ ન હતા. 2 વર્ષ સુધી વાતચીત બાદ 2 મહિના પહેલા સગીરાને પ્લેનની ટિકિટ મોકલી યુવકે દિલ્હી બોલાવી અને ત્યાંથી પાકિસ્તાનથી 4 કિમી દૂર એવા પંજબના ફઝલિકાના લમચોર ગામમાં તેઓ આવ્યા હતા. સગીરાની ઉંમર નાની હોવાને કારણે પિતાએ ફરિયાદ કરી હતી.
બેવાર પોલિસ પંજાબ ગઇ હતી પરંતુ પાછી આવી ગઇ હતી. ત્યારે આખરે હાઇકોર્ટમાં હેબિયર્સ દાખલ થયા પછી પોલિસની ટીમે પાકિસ્તાન બોર્ડર પર ઓપરેશન હાથ ધર્યુ હતુ અને તે બાદ સગીરા મળી આવ્યા બાદ યુવક અને તેના પિતાની પોલિસે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ યુવક એટલો ચાલાક નીકળ્યો કે તેણે ચંદીગઢ હાઇકોર્ટમાં પોલિસ પ્રોટેક્શન માટે અરજી કરી. પોલિસે આરોપી પર અપહરણ સહુત ગુનો નોંધી રોહિત અને તેના પિતાને જેલના હવાલે કર્યા છે. હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે કે નહિ અને તે માટે તેનો મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવી રહ્યો છે.