મનોરંજન

ફિલ્મોથી દૂર છે દામિનીમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલોમાં જગ્યા બનાવનાર આ અભિનેત્રી, હવે દેખાય છે આવી

બોલિવૂડ જગતમાં ઘણા એવા ચહેરાઓ એવા છે જેને પોતાના અભિનયને કારણે લોકો આજે પણ યાદ કરે છે. પરંતુ ઘણા એવા ચહેરાઓ એવા પણ છે કે જે લાઇમલાઇટને છોડીને દૂર રહે છે. એવા લોકોને આજે લોકો ભૂલી ચુક્યા છે. એવા ઘણાય ચહેરાઓ છે, જેઓ આજે ગુમનામીમાં જીવે છે અને લાઇમલાઈટથી દૂર રહેવું પસંદ કરે છે.

આજે એવી જ એક અભિનેત્રી વિશે વાત કરીશું કે જેને પોતાના અભિનય અને ડાન્સિંગના દમ પર ખૂબ જ નાની ઉંમરમાં બોલિવૂડમાં પોતાની એક ઓળખ બનાવી હતી. આપણે વાત કરી રહયા છીએ દામિની ફિલ્મની અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી વિશે, એક સમયે સની દેઓલ સાથે તેમની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી, જે આજે લાઇમલાઈટથી ખૂબ જ દૂર રહે છે.

 

View this post on Instagram

 

#meenakshiseshadri 💞😍

A post shared by Meenakshi Sheshadri (@meenakshisheshad) on

મીનાક્ષી શેષાદ્રી 80ના દાયકાનું એક એવું નામ છે કે જેની સાથે કામ કરવાની દરેક સુપરસ્ટારની ચાહ હતી. પરંતુ આજે બોલિવૂડની દામિની કહેવાતી આ અભિનેત્રી 1996 બાદથી બોલિવૂડથી સંપૂર્ણ રીતે દૂર છે. મીનાક્ષીએ માત્ર 18 વર્ષની ઉંમરમાં જ સુપરહિટ અભિનેત્રીનો ખિતાબ જીતી લીધો હતો. સાધારણ ચહેરો ધરાવતી મીનાક્ષીએ હીરો, દામિની અને ઘાતક જેવી ફિલ્મોમાં કામ કરીને સાબિત કરી દીધું હતું કે અભિનય માત્ર સુંદરતાનો જ મોહતાજ નથી.

મીનાક્ષીનો જન્મ હાલના ઝારખંડના સિંદરી શહેરમાં થયો હતો. એમ તો તેમનો પરિવાર તામિલનાડુથી છે પરંતુ તેમના પિતા સિંદરીના એક ખાતરના કારખાનામાં કાર્યરત હોવાના કારણે તેમનો પરિવાર આ જ શહેરમાં વસી ગયો હતો. ખૂબ જ ઓછા લોકોને આ વાત ખબર હશે કે મીનાક્ષીએ 1981માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેમને 1982માં ફિલ્મ પેન્ટર બાબુથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

મીનાક્ષી શેષાદ્રીની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ ક્લાસિકલ નૃત્ય કરનાર અભિનેત્રીઓમાં કરવામાં આવતી હતી. તેઓએ લગભગ દરેક મોટા પ્રોડ્યુસર-ડાયરેક્ટર સાથે કામ કર્યું. અભિનેતાઓમાં પણ તેમને અમિતાભ બચ્ચનથી લઈને વિનોદ ખન્ના, ઋષિ કપૂર, અનિલ કપૂર જેવા મોટા અભિનેતાઓ તેમના હીરો રહી ચુક્યા છે.

મીનાક્ષીની કારકિર્દી અમિતાભ બચ્ચન સાથે ફિલ્મો કરીને સાતમા આકાશ પર હતી. અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે શહેનશાહમાં કામ કર્યા પછી ગંગા જમુના સરસ્વતી, તૂફાન અને અકેલા ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું. એવું કહેવાય છે કે 80ના દાયકામાં શ્રીદેવીના સ્ટારડમનો ટક્કર આપવાવાળી મીનાક્ષી એકલી અભિનેત્રી હતી.

મીનાક્ષી શેષાદ્રી સૌથી છેલ્લે સની દેઓલ સાથે ફિલ્મ ઘાતકમાં જોવા મળી હતી. છેલ્લા 23 વર્ષોમાં મીનાક્ષી ન કોઈ ફિલ્મ, ટીવી શો કે ન કોઈ બોલિવૂડ પાર્ટીમાં નજરે આવી છે. મીનાક્ષી આજે ભલે આપણા વચ્ચે ગુમનામ હોય, પણ અમેરિકામાં તેમનો સારો બિઝનેસ ચાલે છે.

તેઓ અમેરિકામાં ટેક્સાસમાં ચેરીશ ડાન્સ સ્કૂલ નામની ડાન્સ ટ્રેનિંગ સ્કૂલ ચલાવી રહયા છે. જ્યા તેઓ બધાને જ ડાન્સ શીખવે છે. મીનાક્ષી ત્યાંના ભારતીયો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઇ ચુક્યા છે. તેમને બોલિવૂડમાં અભિનય છોડ્યો છે, પણ ડાન્સ નથી છોડ્યો. તેમને ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને ઓડીસી નૃત્યમાં મહારથ પ્રાપ્ત છે.

 

View this post on Instagram

 

☺🙆🙅❤ #meenakshi

A post shared by Meenakshi Sheshadri (@meenakshisheshad) on

વર્ષ 1995માં મીનાક્ષીએ હરીશ મૈસૂર સાથે લગ્ન કરી લીધા હતા. તેમની એક દીકરી કેન્દ્ર અને એક દીકરો જોશ છે. તેમના પતિ હરીશ મૈસૂર એક બિઝનેસમેન છે. લગ્ન બાદ તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકા શિફ્ટ થઇ ગયા છે. તેમને ભલે બોલિવૂડને અલવિદા કહી દીધું હોય પણ આજે પણ તેમના ચાહકો ઘણા છે.

જો કે મીનાક્ષી તેમના પરિવાર સાથે તેમની દુનિયામાં ખુશ છે. તેઓ કયારેક-ક્યારેક ભારત આવતા રહે છે. જણાવી દઈએ કે હવે આ અભિનેત્રી એકદમ જ બદલાઈ ગયા છે, હવે તેઓ તેમની ઉમર પણ થઇ ચુકી છે. તેઓ પહેલાથી ખૂબ જ અલગ દેખાય છે અને તેમને જોઈને તમે ઓળખી પણ નહિ શકો.

જુલાઈ 2015માં અભિનેતા ઋષિ કપૂરની મુલાકાત મીનાક્ષી સાથે થઇ, જેઓ પણ પહેલી નજરે પોતાની કો-સ્ટારને ઓળખી શક્યા ન હતા. આ વાતનો ઉલ્લેખ ઋષિ કપૂરે ટ્વીટર પર કર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી મીનાક્ષી ટ્વીટર દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી છે. તેઓ અવારનવાર પોતાની તસ્વીરો ટ્વીટર પર શેર કરતા રહે છે. એક ઇન્ટરવ્યૂમાં મીનાક્ષીએ ફિલ્મોને અલવિદા કહેવાનું કારણ જણાવતા કહ્યું હતું કે ‘અત્યારે મારી ફિલ્મોમાં દિલચસ્પી નથી. હું નાટકો અને સંગીત નત્યોમાં કામ કરવા માંગીશ.’

ફિલ્મોમાં પાછા આવવા પર સવાલને લઈને મીનાક્ષીએ કહ્યું હતું કે, ‘મેં આટલા વર્ષો સુધી ફિલ્મોમાં કામ નથી કર્યું, કારણ એક મારા માટે મારા બાળકો અને પરિવાર વધુ મહત્વપૂર્ણ છે. હું વિચારી રહી છું કે જે દિવસે મારી દીકરી સ્નાતક કરી લેશે, કદાચ એ દિવસે હું કશું કરવા વિશે વિચારું.’


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.