ખબર

બે વર્ષથી ભીખ માંગનારો યુવક હતો કરોડપતિ, મૃત સમજીને ઘરવાળા કરવા લાગ્યા હતા વ્રત; પછી અચાનક…

હરિયાણાના અંબાલા કેન્ટની જૂની અનાજ મંડીમાં મંદિરની બહાર બે વર્ષથી ભીખ માંગતો એક યુવક કરોડપતિ નીકળ્યો. ભીખ માંગવાવાળો આ યુવક ઉત્તરપ્રદેશના આઝમગઢનો વતની છે અને નશાની આદતને કારણે 2 વર્ષ પહેલા તે ઘરેથી ભાગી આવ્યો હતો. બે બહેનોના એકમાત્ર ભાઈનું અસલી નામ ધનંજય ઠાકુર છે, પરંતુ મંડીના સ્થાનિકો અને આવતા-જતા લોકો તેને જટાધારી કહેતા હતા.

Image Source

જ્યારે તેને પિતરાઇ ભાઇનો મોબાઇલ નંબર યાદ આવ્યો ત્યારે તેનું પોતાના પરિવાર સાથે મિલન થયું. લોકોએ ધનંજયના પરિવારજનોનો સંપર્ક કર્યો અને તેની બહેન તેને અંબાલાથી આઝમગઢ પાછી લઇ ગઈ. આ મામલો ત્યારે બહાર આવ્યો હતો જ્યારે અંબાલાની ગીતા ગોપાલ સંસ્થાએ મોટાવાળા આ યુવકને ઇજાગ્રસ્ત અવસ્થામાં જ્યો.

એક દિવસ ધનંજયના પગમાંથી લોહી નીકળતું જોઈને ગીતા ગોપાલ સંસ્થાના સભ્ય સાહિલે તેને પટ્ટી કરવા માટે પાસે બોલાવ્યો. સાહિલ તેની મદદ કરવા માંગતો હતો, પરંતુ યુવકે તૈયાર નહોતો. કોઈક રીતે તેને મનાવ્યો અને ફર્સ્ટ એડ આપવામાં આવી. આ દરમિયાન સાહિલે તેને તેના પરિવાર વિશે પૂછ્યું. પરંતુ માનસિક સ્થિતિ ઠીક ન હોવાના કારણે તે શરૂમાં કશું ન કહી શક્યો. પાછી તેને થોડું યાદ કરીને પોતાના પિતરાઈ ભાઈ શિશુપાલનો નંબર આપ્યો, જે પછી બધી જ વાત બહાર આવી.

Image Source

શરૂઆતમાં તો ધનંજયે પોતાનું નામ ધર્મેન્દ્ર કહ્યું હતું, પરંતુ જ્યારે તેણે તેની નાની બહેન નેહા સાથે વાત થઇ ત્યારે તેને આખી હકીકત જણાવી. ધનંજય આર્થિક રીતે સમૃદ્ધ પરિવારનો સ્નાતક છોકરો છે, પરંતુ નશો કરવાની તેવે તેની આ હાલત કરી દીધી. તે બે બહેનોનો એકમાત્ર ભાઈ છે. નેહાએ કહ્યું, તે પહેલા દિલ્હીમાં નોકરી કરતો હતો, એ પછી અંબાલા ચાલ્યો ગયો. પરંતુ છેલ્લા 2 વર્ષથી તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક નહોતો.

Image Source

ધનંજયના પિતા રાધેશ્યામ સિંહ કોલકાતાની એક મોટી કંપનીમાં એચઆર છે. જ્યારે ધનંજયની નાની બહેન નેહા સિંહ તેમને લખનૌથી લેવા માટે પહોંચી, ત્યારે એકમાત્ર લાડકા ભાઈના છુટા થવાથી લઈને મળવા સુધીની વાત બહાર આવી. ગીતા ગોપાલ સંસ્થાના લોકોએ ધનંજયના પરિવાર સાથે સંપર્ક કર્યો અને તેની બહેન નેહા તેને અંબાલાથી આઝમગઢ પાછી લઈ ગઈ. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તે છેલ્લા બે વર્ષથી ગુમ હતો.

પરિવારે તેને શોધવા માટે તમામ પ્રયત્નો કર્યા, પરંતુ જ્યારે કોઈ સફળતા ન મળી ત્યારે તેમની આશાઓ તૂટી ગઈ. ધનંજય માટે પરિવાર ગુરુવારનો ઉપવાસ પણ રાખવા લાગ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.