ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મિલ્ખા, 8 ભાઇ બહેન, માતા-પિતા સાથે ખુબ જ ખરાબ થયું

જયારે મિલ્ખા પાકિસ્તાનથી ભારત આવ્યા પાછળથી માતા-પિતા સાથે જે થયું એ જાણીને તમને પણ ધ્રાસ્કો લાગશે

મહાન ઘાવક મિલ્ખા સિંહે જેવા જ શુક્રવાર રાત્રે અંતિમ શ્વાસ લીધા કે સમગ્ર દેશ તો જાણે ગમમાં ડૂબી ગયો. 91 વર્ષિય મિલ્ખા સિંહનો થોડા સમય પહેલા કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જો કે, કોરોના નેગેટિવ આવ્યા બાદ તેમની હાલત નાજુક હતી અને ત્યાર બાદ તેમણે તેમના જીવનના અંતિમ શ્વાસ ચંડીગઢની હોસ્પિટલમાં લીધા.

મિલ્ખા સિંહનો જન્મ વિભાજન પહેલા 20 નવેમ્બર 1929ના રોજ પાકિસ્તાનમાં થયો હતો અને ત્યારે તેમનું ગામ ગોવિંદપુરા મુજફ્ફરગઢ જિલ્લામાં પડતુ હત. રાજપૂત પરિવારમાં જન્મ લેનાર મિલ્ખા સિંહના પરિવારમાં માતા-પિતા ઉપરાંત કુલ 12 ભાઇ-બહેન હતા. પરંતુ વિભાજન સમયે તેમના પરિવારે જે ત્રાસ સહન કર્યો તે ખૂબ જ ખૌફનાક હતો. પૂરો પરિવાર તેનો શિકાર થઇ ગયો અને આ દરમિયાન તેમના  8 ભાઇ-બહેન અને માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

તેમના પરિવારના ખાલી 4 લોકો જ જીવતા બચ્યા હતા અને તેમાંથી એક આગળ જઇને વિશ્વના મહાન ઘાવકોમાંથી એક બન્યા, જેમને ‘ફ્લાઇંગ સિખ’ના નામે પણ ઓળખવામાં આવે છે. ભારત આવ્યા બાદ મિલ્ખા સિંહનુ પૂરુ જોર દેશની આર્મીમાં દાખલ થવાનું હતુ અને વર્ષ 1951માં તે ભારતીય સેનામાં સામે થઇ ગયા.

Shah Jina