ખબર

લોકડાઉનમાં આ હદ સુધી પહોંચી ગઈ લડાઈ, 5 રૂપિયાના બિસ્કિટના પેકેટ માટે પણ ઝગડી પડ્યા લોકો, જુઓ વિડીયો

કોરોના વાયરસની મહામારી આખી દુનિયામાં ફેલાઈ રહી છે, આપણા દેશમાં પણ આ વાયરસને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને આ લોકડાઉનમાં બીજા રાજ્યમાં કામ કરતા મજૂરો પોતાને વતન જવાની હોડ માંડી, ઘણા લોકો ચાલતા હજારો કિલોમીટરનું અંતર કાપી અને પોતાને વતન જવા માટે તૈયાર થયા તો કેટલાક ગમે તે રીતે પોતાને વતન પહોંચવા માંગતા હતા.

Image Source

સરકાર દ્વારા પણ આવા પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ આ બધા વચ્ચે પણ મુશ્કેલીઓ ઘણી જ સામે આવે છે, કોરોનાની આ મહામારીએ માણસને લાચાર બનાવી દીધી છે, તેનું એક ઉદાહરણ એક વીડિયોમાં જોવા મળ્યું જેમાં આ મજૂરો પાંચ રૂપિયાના બિસ્કિટના પેકેટ માટે પણ ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા.

Image Source

સરકાર સોશિયલ ડિસ્ટેંસનીંગ દ્વારા આ પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચાડવા જઈ રહી છે, અને ત્યાં રેલવે પ્લેટફોર્મ ઉપર તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને નાસ્તો પણ આપવામાં આવે છે, પરંતુ કટિહાર જિલ્લામાં કૈક એવું બન્યું જેને જોઈને તમને ગુસ્સાની સાથે સાથે દયા પણ આવી જશે.

Image Source

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકો બિસ્કિટના પેકેટ માટે એક બીજા સામે ઝપાઝપી પણ કરી રહ્યા છે, આ દૃશ્ય કોઈને ખરેખર છપ્પનિયો દુકાળ યાદ આવી જાય, ત્યારે પણ ભૂખ માટે આવી જ કંઈક મહામારી સર્જાઈ હતી, અને આ વિડીયોમાં પણ આ મહામારી અને ભૂખ દેખાઈ રહ્યા છે.

એકતરફ સરકાર સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરવા માટેના પૂરતા પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ પ્રજા દ્વારા જ તેનું ઉલ્લઘન કરવામાં આવી રહ્યું છે, અને લાચાર ભૂખથી પીડાતો મજુર બીજું કરી પણ શું શકવાનો હતો? આ વિડીયો ઘણું બધું કહી જાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.