જ્યોતિષ શાસ્ત્ર

24 જાન્યુઆરીએ મૌની અમાસે થશે શનિનું રાશિ પરિવર્તન, જાણો તમારી સાથે શું થશે

હિન્દૂ ધર્મમાં માઘ મહિનાને ઘણો પવિત્ર માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. દ્વાપર યુગને ભગવાન કૃષ્ણનો યુગ માનવામાં આવે છે. માઘ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ મહિનાની અમાસના દિવસે પવિત્ર સ્નાન કરવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ અમાસને મૌની અમાવસ્ય કહેવામાં આવે છે. આ મહિને 24 જાન્યુઆરીએ આ અમાસ છે, આ દિવસે શનિ દેવ પણ રાશિ પરિવર્તન કરી શકે છે.

Image Source

આવો જાણીએ મૌની અમાસનું મહત્વ અને પૂજા વિધિ

મૌની અમાસનો પ્રારંભ 24 જાન્યુઆરીએ રાતે 2:17 થશે અને પુરી 25 જાન્યુઆરીએ રાતે 3:11એ થશે. આ દિવસે શનિનું રાશિ પરિવર્તન બપોરે 12 વાગ્યેને 10 મિનિટ થશે.

Image Source

પૌરાણિક ગ્રંથમાં ડેન પુણ્યનું ઘણું મહત્વ બતાવવામાં આવી રહ્યું છે. આ રીતે હઘની એવી તિથિઓ હોય છે જેમાં ડેન કરવાંથી ઘણું પુણ્ય મળે છે. મૌની અમાસના દિવસે સ્નાન-દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, અમાસના દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો. જેના કારણે આ અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સંભવ ના થાય તો ઘરમાં જ પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી લેવું જોઈએ. મોનો અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે.

મૌની અમાસના દિવસે તેલ, તલ, ચંપલ, કાળા કપડાં, ગરમ કપડાં જેવી વસ્તુનું ડેન કરી શકો છો. આ સાથે જ જે લોકોની કુંડલીમાં ચંદ્રનું સ્થાન નીચે હોય તે લોકોએ દૂધ, ચોખા, ખીર જેવી વસ્તુનું ડેન કરવું જોઈએ.

Image Source

મૌની અમાસના દિવસે મૌન વ્રત ધારણ કરવાની પરંપરા છેલ્લા ઘણા સમયથી છે. માન્યતા તો એ છે કે, આ દિવસે મૌન રાખ્વાથી વિશેષ ઉર્જાની પ્રાપ્તિ થાય છે.આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શારીરિક, ભૌતિક અને માનસિક કષ્ટ દૂર થાય છે. માન્યતા તો એ પણ છે કે, આ પવિત્ર દિવસે બધા દેવી-દેવતાઓનો નદીમાં વાસ હોય છે.

મૌની અમાસના દિવસે શનિનું રાશિનું પરિવર્તન થઇ રહ્યું છે. શનિના રાશિ પરિવર્તનના કારણે મકર, ધન અને કુંભ રાશિના જાતકો પર શનિની સાડા સાતી શરૂ થઇ જશે. શનિ ઢૈયાની વાત કરવામાં આવે તો મિથુન અને તુલા રાશિ પર તેનો પ્રભાવ રહેશે.

Image Source

આવો જાણીએ કંઈ રાશિ પર શું પ્રભાવ પડશે.

1. મેષ – અ, લ ,ઈ (Aries):


આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કરિયરમાં આગળ વધવામાં તકલીફ પડી શકે છે. વેપાર-ધંધામાં ફાયદો થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):

આ રાશિના જાતકોને પ્રવાસ પર જવાની શક્યતા છે. આ રાશિના જાતકોને યાદદાસ્તની પરેશાની થઇ શકે છે. વિધાર્થી વર્ગ માટે આ અતઃ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધમાં નિકટતા આવવાની શક્યતા છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):

આ રાશિના જાતકોને આ અઠવાડિયામાં કાર્યસ્થળ પર ઝઘડો થવાં શક્યતા છે.આર્થિક મામલે ઉન્નતિ આવી શકે છે. આ અઠવાડિયે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):

આ અઠવાડિયે આ રાશિના જાતકોને પરિવારમાં ખુશી રહેશે. અઠવાડિયાના વચ્ચેના દિવસોમાં પેટની બીમારી થવાં શક્યતા છે. વધુ તનણવને કારણે હ્ર્દયમાં બળતરા થવાની શક્યતા છે.

5. સિંહ – મ, ટ (Lio):

આ અઠવાડિયાના અંત ખર્ચો વધી શકે છે, વેપાર-ધંધામાં ષ્કર્મીઓનો સહયોગ મળશે. લવ-લાઈફમાં નવું પરિવર્તન જોવા મળી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):

આર રાશિના જાતકોને ભાઈબહેન તરફથી સહયોગ મળશે. આ સપ્તાહ દરમિયાન સામાજિક કાર્યને લઈએ ભાગદોડ બની શકે છે. અઠવાડીયાના અંતમાં સરકારી કામમાં લાભ મળી શકે છે.

7. તુલા – ર, ત (Libra):

આ રાશિના લોકો માટે આ સપ્તાહ ખાસ રહેશે. કાર્યસ્થળ પર અધિકારીઓથી સાવધાન રહેવાનું જરૂર છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આ સપ્તાહ પ્રેમ સંબંધો માટે આ સપ્તાહ ખાસ રહેશે.ઘરમાં સુખ શાંતિ અને ખુશીનો માહોલ રહેશે. સપ્તાહના અંતમાં મન બેચેન રહેશે. જેના કારણે કોઈ પણ કામ બગડી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ અઠવાડિયામાં સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનો રહેશે. દૈનિક આવકમાં વધારો થઇ શકે છે. આ અઠવાડિયે તમારા જીવનસાથીથી તલાશ પુરી થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
અઠવાડિયામાં જીવનસાથી સાથે સમય વિતાવવાનો અવસર મળશે.સપ્તાહના મધ્યમાં અસ્વસ્થ રહેશો. નોકરીમાં મોટા અધિકારીનો સહયોગ મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):

આ રાશિના જાતકોએ તેના કાર્યમાં આગળ વધવાનો મોકો મળશે. આ અઠવાડિયું આ રાશિના જાતકો માટે સારું રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):

આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની શક્યતા છે. ભાઈ-બહેનનો સહયોગ મળશે. નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.