ઢોલીવુડ મનોરંજન

ચાહકો જેની કાગડોળે રાહ જોતા હતા એ સાંત્વની ત્રિવેદીનું ગીત “મારુ મન મોહી ગયું” થયું રિલીઝ

જેના સ્વરમાં જાણે સાક્ષાત સરસ્વતી બિરાજમાન છે એવી લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદી પોતાના સુમધુર અવાજથી હરદમ નવા નવા ગીતો લઈને આવે છે. પોતાના આ અવાજના જાદુથી સાંત્વની ત્રિવેદીએ ખુબ જ ટૂંકા સમયમાં ઘણી જ મોટી પ્રસિદ્ધિ પણ મેળવી લીધી છે.

થોડા સમય પહેલા જ સાંત્વની દ્વારા ગાવામાં આવેલા ગીત “વાલમ વાલીડા” અને “વેરી વરસાદ” લોકોને ખુબ જ પસંદ આવ્યા હતા. લાખો લોકોએ આ ગીતોને નિહાળ્યા છે ત્યારે સાંત્વનીના આવનાર ગીતની ચાહકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.

થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા દ્વારા સાંત્વની ત્રિવેદીના આવનારા ગીત “મારુ મન મોહી ગયું”ની જાહેરાત થઇ હતી ત્યારબાદ ચાહકો આ ગીતને નિહાળવા માટે ખુબ જ ઉત્સાહિત હતા.

અને આજે ચાહકોની એ ધીરજનો અંત આવ્યો છે. આજે સાંત્વની ત્રિવેદીની “મારુ મન મોહી ગયું” ગીત પ્રસારિત થઇ ગયું છે. જેને Jazz Music & Studioની યુ ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યું છે.

આ ગીતની અંદર લોકોના મન મોહી દેનારો અવાજ સાંત્વની ત્રિવેદીનો છે. જયારે આ ગીતને સંગીત આપ્યું છે આકાશ પરમારે. ગીતના શબ્દો લખ્યા છે વિરલ ઠક્કરે. આ સમગ્ર ગીતનું ડાયરેક્શન નીરવ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીતને કેમેરામાં કેદ કર્યું છે દેવ પટેલ અને અમિત ઢોલીએ.

તમે પણ નિહાળો આ ગીતને નીચે ક્લિક કરી અને ખોવાઈ જાઓ મન મોહક દુનિયામાં….!!!