ખબર

માને હજુ નથી આપવામાં આવી ખબર કે દીકરો નક્સલિયો સાથે લડતા લડતા શહીદ થઇ ગયો છે

ઘરમાં બધાથી મોટા હતા રાજકુમાર, શહીદોને નમન: ભાવુક કરી દેશે આ તસ્વીરો…

છત્તીસગઢના વિજાપુરના જંગલમાં શનિવારે થયેલી નક્સલિયો સાથેની મુઠભેડમાં 22 જવાનોના શહીદ થવાની ખબરે આખા દેશને ચકચોરીને રાખી દીધું છે. જવાનોના પરિવારમાં પણ તેમના શહાદતની ખબર સાંભળીને કોહરામ મચી ગયો છે.

આ નક્સલી હુમલામાં શહીદ થવા વાળમાં અયોધ્યા રામ મંદિરથી 2 કિલોમીટર દૂર આવેલા રાનોપાલી ગામ નિવાસી રાજ કુમાર યાદવ પણ છે. તે કોબરા કમાન્ડો વિંગમાં હેડ કોન્સ્ટેબલના પદ ઉપર ફરજ બજાવી રહ્યા હતા. ત્રણ ભાઈ અને બે બહેનોમાં રાજકુમાર સૌથી મોટા હતા. એક મોટાભાઈ હોવાના કારણે તેમને પરિવારની દરેક જવાબદારીઓ નિભાવી.

તેના એક ભાઈ અને એક બહેનના લગ્ન હજુ બાકી છે. તો રાજકુમારના બે દીકરા છે. મોટો દીકરો 15 વર્ષીય શિવમ છે જે હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે તો બીજો દીકરો હિમાંશુ જે 6 ધોરણમાં ભણે છે. રાજકુમારના પિતા   ઘણા પહેલા જ દુનિયાને છોડીને ચાલ્યા ગયા હતા. જેના કારણે રાજકુમારે જ પરિવારને સાચવ્યો હતો.

રાજકુમાર પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1995માં સીઆઈપીએફમાં સિપાહીના રૂપમાં ભરતી થયા હતા. 2015માં તેમનું પ્રમોશન થયું અને તે હેડ કોન્સ્ટેબલ બની ગયા.

સૌથી દુઃખદ વાત એ છે કે રાજકુમારની માતાને હજુ સુધી પણ જણાવવામાં નથી આવ્યું કે તેમનો દીકરો નક્સલિયો સાથેની મુઠભેડમાં શહીદ થઇ ગયો છે. શહીદની માતા કેન્સર પીડિત છે અને તેમની સારવાર લખનઉમાં ચાલી રહી છે.  રાજકુમાર શહીદ થયા તે દિવસે તેમની માતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ  થઈને ઘરે પહોંચી હતી.

રાજકુમારના પરિવારજનોને તેમના શહાદતની ખબર મળ્યા બાદ ઘરની સ્થિતિ એવી થઇ ગઈ છે કે તે ખુલીને રડી પણ નથી શકતા. બધાને એ વાતનો ડર છે કે જો તેમના શહાદતની ખબર તેમની માતાને મળી જશે તો તેમના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડશે.

આ વર્ષે જાન્યુઆરીમાં રજાઓ બાદ રાજકુમત ડ્યુટી ઉપર પરત ફર્યા હતા. ફોન ઉપર પણ સતત ઘરવાળા સાથે વાત થતી રહેતી હતી. તેમના ભાઈના જણાવ્યા અનુસાર ઘટનાના બે દિવસ પહેલા તેમની રાજકુમાર સાથે વાત થઇ હતી. તેમને કહ્યું હતું કે તે હેમખમ છે. પરંતુ નિયતિએ એવો ખેલ રચ્યો કે બે દિવસમાં ઘટની ખુશીઓ છીનવાઈ ગઈ.

રાજકુમારની શહાદતની ખબર સાંભળીને તેમની પત્ની બેભાન થઇ ગઈ હતી. શહીદ રાજકુમાર યાદવના ભાઈએ જણાવ્યું કે જિલ્લા અધિકારીએ આખી રાત ડોક્ટરોને અહીંયા રહેવા માટે કહ્યું હતું. પરંતુ તે આવી અને કહીને ચાલ્યા ગયા કે કોઈ તકલીફ હોય તો બોલાવી લેજો.