શું હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઇ જશે MIની કેપ્ટનશિપ ? પૂર્વ ક્રિકેટરનો દાવો- રોહિત શર્મા ફરી હશે મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન

3…2…1…હાર્દિક પંડ્યાની ઉલ્ટી ગણતરી શરૂ ? ધાકડ ક્રિકેટરનો દાવો- રોહિત શર્મા ફરી કેપ્ટન….

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં સતત ત્રણ મેચ હારી ગઈ છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સનો હાલ બેહાલ બની ગયો છે. સીઝનની શરૂઆત પહેલા જ હાર્દિકને રોહિત શર્માના સ્થાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી ચાહકોમાં ઘણો ગુસ્સો છે. આવી સ્થિતિમાં જ્યાં પણ મુંબઈની ટીમ મેચ રમી રહી છે ત્યાં સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ લોકો હાર્દિકને ટ્રોલ કરવામાં કોઇ કસર બાકી નથી રહ્યા. પંડ્યાને ગુજરાતથી એક મોટા ટ્રેડમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 2022માં ગુજરાત ટાઇટન્સને તેની પહેલી જ સિઝનમાં IPL ટાઇટલ જીતાવ્યુ હતુ અને 2023માં ફાઇનલ સુધી ટીમને પહોંચાડી હતી. આ પછી IPL 2024 પહેલા હાર્દિકને મુંબઈની કેપ્ટનશીપ સોંપવામાં આવી જે વર્ષોથી રોહિત શર્મા કરી રહ્યો હતો અને તેણે ટીમને ઘણી વખત ચેમ્પિયન પણ બનાવી છે.

જો કે, હાર્દિકની કેપ્ટનશિપમાં ટીમ તેની ત્રણ મેચ બેક ટુ બેક હારી છે. મુંબઈ ઈન્ડિયન્સ vs રાજસ્થાન રોયલ્સ મેચ બાદ ચર્ચા દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ મુંબઈની કેપ્ટનશિપ પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મનોજ તિવારીનું માનવું છે કે રોહિત શર્મા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે. મનોજ તિવારીએ કહ્યું, ‘મુંબઈની કેપ્ટન્સી રોહિત શર્માને પરત સોંપી શકાય છે.

મારી સમજ પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સના માલિકો નિર્ણય લેવામાં અચકાતા નથી. તેમણે રોહિત પાસેથી કેપ્ટનશિપ લઈને હાર્દિક પંડ્યાને આપવાનું નક્કી કર્યું હતું, રોહિતે MI માટે પાંચ IPL ટાઇટલ જીત્યા હતા તેમ છત્તાં પણ… કેપ્ટન બદલવો એ એક મોટો નિર્ણય છે. તેઓએ આ સિઝનમાં એક પણ પોઈન્ટ મેળવ્યો નથી અને કેપ્ટન્સી પણ સંપૂર્ણ ગડબડ છે, તે માત્ર બદકિસ્મતી નહિ અને કપ્તાની સારી રહી છે, એવું નથી.

આ દરમિયાન વિરેન્દ્ર સહેવાગ પણ હાજર રહ્યો હતો. જો કે, સેહવાગ તિવારી સાથે સહમત હોય તેવું લાગ્યું નહોતું. સેહવાગે કહ્યું- તમે આ વાત ઘણી જલ્દી કરી દીધી કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ પાંચ મેચ હાર્યા બાદ પણ ટાઈટલ જીતી ચૂક્યું છે અને હાર્દિકને હજુ થોડી વધુ મેચમાં મોકો મળવો જોઇએ. જણાવી દઇએ, મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં તેની આગામી મેચ 7 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.

Shah Jina