ખેલ જગત

આ હિરોઈનને સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે આ ભારતીય ખિલાડી મનીષ, સુંદરતા જોઈને આપી દીધું દિલ- જુઓ તસ્વીરો

ટિમ ઇન્ડિયાના ભારતીય ક્રિકેટર-બ્લ્લ્લેબાજ મનીષ પાંડે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. 30 વર્ષના  મનીષ પાંડેના લગ્નની તારીખ પણ નક્કી થઇ ચુકી છે. મનીષ પાંડે હાલના સમયમાં કર્ણાટકની ટીમની કપ્તાની કરી રહ્યા છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે કઈ સુંદર અભિનેત્રી પર આ ક્રિકેટરનું દિલ આવ્યું છે.

Image Source

મનીષ પાંડેએ કર્ણાટકના તરફથી શાનદાર ખેલ રમતા ટિમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવી છે. મનીષ પહેલા એવા ભારતીય બલ્લેબાજ છે જેમણે આઇપીએલ માં સદી ફટકારી હતી.

એવામાં હવે મનીષ પાંડે ક્રિકેટર્સની લિસ્ટમાં શામિલ થઇ ગયા છે જેઓ હસીનાઓની સામે પોતાનું દિલ હારી બેઠા. લાંબા સમય સુધી ડેટ કર્યા પછી મનીષ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

Image Source

અશ્રિતા શેટ્ટી ટીવી જગત અને સાઉથ ફિલ્મોની એક જાણીતી અને સુંદર અભિનેત્રી છે. 26 વર્ષની અશ્રિતા ઈંદ્રજિત, ઓરું કન્નયમ મૂનૂ કલાવાનિકલમ, ઉદયમ એનએચ જેવી મોટી સાઉથ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

Image Source

અશ્રિતાએ ઉદયમ એનએચ-4 ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય અશ્રિતાએ ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. એક બ્યુટી સ્પર્ધા દ્વારા અશ્રિતા ચર્ચામાં આવી હતી.

Image Source

સામે આવેલી જાણકારીના આધારે બંન્નેના લગ્ન 2 ડિસેમ્બરના રોજ થઇ શકે તેમ છે. લગ્નનો કાર્યક્રમ મુંબઈમાં જ યોજવામાં આવી શકે તેમ છે અને પૂરો કાર્યક્રમ બે દીવસ સુધી ચાલશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની આ તારીખ એટલા માટે નક્કી કરવામાં આવી છે કેમ કે તેઓના લગ્નમાં વધુમાં વધુ ટિમ ઇન્ડિયાના ખિલાડીઓ શામિલ થઇ શકે.

Image Source

આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંન્નેના લગ્નમાં માત્ર પરિવારના લોકો અને નજીકના મિત્રો જ શામિલ થઇ શકે તેમ છે. જો કે લગ્નની તારીખને લઈને બંન્નેએ આધિકારીક સ્વરૂપે ખુલાસો કર્યો નથી.

મનીષ અને અશ્રિતાના લગ્નથી ક્રિકેટ અને ફિલ્મ જગતમાં એક નવી જોડી શામિલ થઇ જશે. કેમ કે આ પહેલી વાર નથી કે કોઈ ક્રિકટરે એક અભિનેત્રી સાથે લગ્ન કર્યા હોય, કેમ કે તેની પહેલા પણ ઘણા ક્રિકેટર ફેમસ અભિનેત્રીઓ સાથે લગ્ન કરી ચુક્યા છે.

જેમ કે અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, યુવરાજ સિંહ-હેજલ કીચ, જહીર ખાન-સાગરિકા ઘાટગે, મોહમ્મદ અજહરુદીન-સંગીતા બિજલાની, હરભજન સિંહ-ગીતા બસરા વગેરેની જોડી ક્રિકેટ-બોલીવુડની ફેમસ જોડીઓ છે.

તસ્વીરોથી એ સ્પષ્ટ છે કે અશ્રિતા ખુબ જ સિમ્પલ અને સુંદર અભિનેત્રી છે. જણાવી દઈએ કે બંન્ને એકબીજા સાથેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.