શોમાં અભિનેત્રીએ ખોલ્યો પતિનો કાળો ચીઠ્ઠો, પતિના હતા અનેક મહિલાઓ સાથે સંબંધ

ખુબસુરત અભિનેત્રીએ કર્યો ધડાકો: પતિના ઘણી મહિલાઓ સાથે લફડા હતા, સાસરીવાળા આવું આવું કરતા

કંગના રનૌતનો શો લોક અપ આ દિવસોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. અત્યાર સુધી આ શોમાં ઘણા સ્પર્ધકોને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે, જ્યારે કેટલાક સ્પર્ધકોને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ આપવામાં આવી છે. તાજેતરમાં જ મંદાના કરીમીએ તેના જીવન અને પતિ વિશે કેટલીક એવી વાતોનો ખુલાસો કર્યો, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Manizhe karimi (@mandanakarimi)

તેણે બિઝનેસમેન પતિ ગૌરવ ગુપ્તાનો કાળો ચિઠ્ઠો તો ખોલ્યો જ, પરંતુ તેના છૂટાછેડા અંગે પણ અનેક ખુલાસા કર્યા. બોલિવૂડ એક્ટ્રેસ મંદાના કરીમી આ દિવસોમાં કંગના રનૌતના શો ‘લોક અપ’માં જોવા મળી રહી છે. મંદાના આવ્યા બાદ શોમાં જીવ આવ્યો છે. મંદાનાએ પોતાના લગ્નજીવનમાંથી મળેલા કડવા અનુભવોને કેમેરાની સામે મૂક્યા.

કંગના રનૌતના રિયાલિટી શો ‘લોક અપ’માં છવાઈ ગયેલી અભિનેત્રી મંદાના કરીમીએ ફરી એકવાર સનસનીખેજ ખુલાસો કર્યો છે. મંદાનાએ જણાવ્યું કે મેં 27 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં હતાં. તે પહેલા અમે સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. મંદાનાએ આ વાતનો ઉલ્લેખ શોની સ્પર્ધક અજમા સાથે વાત કરતાં કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manizhe karimi (@mandanakarimi)

અભિનેત્રીએ કહ્યું- આ એક સુંદર સંબંધ હતો. અમે ઘણી યાદગાર ક્ષણો સાથે વિતાવી. પરંતુ ભાગ્યના મનમાં કંઈક બીજું હતું. અમે અલગ થયા. જોકે છૂટાછેડા 2021માં થયા હતા. મંદાનાએ તેના પતિ ગૌરવ ગુપ્તા પર આરોપ લગાવતા કહ્યું કે અલગ થયા બાદ મારા પતિના ઘણી મહિલાઓ સાથે સંબંધો હતા. હું તે સ્ત્રીઓને ઓળખું છું.

અજમાએ પૂછ્યું કે જો તને પહેલાથી જ ખબર હતી તો પછી તે જ સમયે તલાક કેમ ન લીધા. આના પર મંદાના કહે છે કે આ એક રહસ્ય છે. મંદાનાએ વધુમાં કહ્યું કે, લગ્ન પહેલા મારા બોયફ્રેન્ડની માતા મને ફૂલ અને ડોનટ્સ મોકલતી હતી. અમે સાથે કોફી, શોપિંગ, પાર્ટી અને સ્પા સેશન માટે પણ જતા હતા. તે ઈચ્છતી હતી કે હું ક્યારેય એકલી ક્યાંય ન જાઉં. હું ક્યાંક એકલી બહાર જતી તો તે બધાને તે જગ્યાએ બોલાવતી. હું ખરેખર તે જગ્યાએ છું કે નહીં તેની ખાતરી કરવા માટે.

 

View this post on Instagram

 

A post shared by Manizhe karimi (@mandanakarimi)

મંદાનાએ કહ્યું, “લગ્ન પછી, અચાનક બધું બદલાઈ ગયું અને ફક્ત સલવાર સૂટ પહેરવા માટે કહેવામાં આવ્યુ. તે મને મારા સિંગલ ફ્રેન્ડ્સ સાથે વાત કરતા પણ રોકતી કે તેઓ ખરાબ છે. તે પછી મને સમજાયું કે તમારો પરિવાર અને મિત્રો કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમારો પતિ તમારી સાથે નથી, તો તમે ક્યાંય શોધી શકશો નહીં.” મંદાના કરીમીએ જાન્યુઆરી 2017માં ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા. અભિનેત્રીએ જુલાઈ 2017માં ગૌરવ અને તેના પરિવાર સામે લડાઈ કરી. ઘરેલુ હિંસા નોંધવામાં આવી હતી, પરંતુ ઓગસ્ટ 2017માં ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી.

Shah Jina