લગ્નમાં જો જમવા જતા હોય તો સાવધાન ! તમારી સાથે પણ થઇ શકે છે આવો કાંડ, વીડિયો જોઈને પેટ પકડી હસસો.. જુઓ

લગ્નની અંદર રોટલી લેવા લાઈનમાં ઉભો હતો વ્યક્તિ, વારો પણ આવી ગયો અને બીજી રોટલી લે એ પહેલા જ થઇ ગયો કાંડ, જુઓ વીડિયો

Man Whose Roti Got Robbed : લગ્નની સીઝન હોય ત્યારે ઘરમાં કંકોત્રીઓ આવતી હોય છે અને કંકોત્રીઓમાં લોકો સૌથી પહેલા જમણવાર જોતા હોય છે. ત્યારે લગ્નમાં જમણવારની અંદર પણ ખુબ જ મોટી ભીડ જોવા મળે છે અને ધક્કામુક્કીમાં ક્યારેક જમવાનો વારો પણ નથી આવતો અને ઘણા લાઈવ ફૂડ કાઉન્ટર પર તો વસ્તુ આવતાની સાથે સફાચટ થઇ જતી હોય છે. હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક એવી જ ઘટના જોવા મળી રહી છે. જેને જોઈને લોકો પેટ પકડીને હસી પણ રહ્યા છે.

આ વીડિયોમાં તમે જોશો કે એક વ્યક્તિ લગ્નમાં રોટલી લેવા માટે લાઈનમાં ઉભો છે. તે તેની થાળીમાં ગરમાગરમ રોટલી લે છે અને તે બીજી રોટલી લેવા માટે રાહ જોઈને ઉભો છે, આ દરમિયાન કાઉન્ટર પાસે રોટલી લેવા ઘણા લોકો પણ ઉભેલા જોવા મળી રહ્યા છે. પછી થયું એવું કે થોડી વારમાં બીજી વ્યક્તિ તેની થાળીમાંથી રોટલી લઈને જતી રહે છે. અચાનક માણસ તેની થાળી તરફ જુએ છે અને તેમાં રોટલી ન જોઈને આશ્ચર્ય થાય છે.

આ વીડિયો એટલો ફની છે કે તમે પણ તેને જોઈને હસવાનું રોકી નહીં શકો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @neeraj_nama_ktp પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે – લગ્નમાં સુરક્ષિત રહો. તેને અત્યાર સુધીમાં 9 લાખ 40 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આના પરથી તમે સમજી શકો છો કે તે કેટલો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે હવે જો તેઓ લગ્નમાં જશે તો કંઈક આવું જ કરશે. તો ઘણા યુઝર્સનું કહેવું છે કે તેઓએ પણ ઘણા લગ્નોમાં આવા કામ કર્યા છે. ઘણા લોકોએ સ્માઈલી અને હસતા ઈમોજીસનો પણ ઉપયોગ કર્યો છે.આ ઉપરાંત પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neeraj Nama (@neeraj_nama_ktp)

Niraj Patel