અંબાણી પરિવારે કિર્તીદાન ગઢવીને ભેટમાં આપી એટલી કિંમતી વસ્તુ કે…જોઇ આંખો રહી જશે પહોળી, જુઓ વીડિયોમાં

અંનત અને રાધિકાના પ્રિ વેડિંગમાં ડાયરાની રમઝટ બોલાવનારા ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીને અંબાણીએ પરિવારે આપી એવી ભેટ કે સૌ કોઈ કરવા લાગ્યા અંબાણી પરિવારના વખાણ, જુઓ વીડિયોમાં શું આપ્યું ?

Gift to Kirtidan Gadhvi by the Ambani family :દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રિ વેડિંગ પ્રસંગો હજુ પણ ચાલી રહ્યા છે. જામનગરમાં 1થી 3 માર્ચ સુધી રમઝટ જોવા મળી હતી, જેના બાદ હવે સ્વ. ધીરુભાઈ અંબાણીના ગામ ચોરવાડમાં પણ ડાયરાની રમઝટ જોવા મળી હતી. જેમાં અલ્પાબેન પટેલ અને કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગમાં અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને કોકિલાબેન અંબાણી પણ હાજર રહ્યા હતા.

અંબાણી પરિવાર દ્વારા કલાકારોનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું અને તેમને એક બેગમાં ભેટ પણ આપવામાં આવી હતી. ત્યારે હવે ભેટ આપતો એ વીડિયો જોઈને સૌ કોઈ એ જાણવા માંગતું હતું કે કલાકારોને શૂટ ભેટ આપવામાં આવી છે. ત્યારે હાલ કિર્તીદાન ગઢવીએ અંબાણી પરિવાર દ્વારા શું ગિફ્ટ આપવામાં આવી હતી તેનો એક વીડિયો શેર કર્યો છે. જે જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થઇ ગયા છે.

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં કોકિલાબેન અંબાણી અને અનંત અંબાણી કિર્તીદાનને એક થેલીમાં ભેટ આપે છે, જેના બાદ કિર્તીદાન આ ભેટ ખોલતા હોય તેવો વીડિયો બનાવે છે. જેમાં એક બોક્સ અને એક પેકેટ જેવું કઈ હોય છે. કિર્તીદાન પેકેટ જેવી વસ્તુને બાજુ પર રાખીને બોક્સ લઇ તેને ખોલે છે. જેના પર રીબીન બાંધેલી છે. કિર્તીદાન પહેલા રીબીન ખોલી બોક્સને ઓપન કરે છે.

જેની અંદરથી એક પ્રિન્ટ પણ સામે આવે છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે આ બોક્સમાં રહેલી વસ્તુ કેવી રીતે બની છે. સાથે જ તે પ્રિન્ટ પર સ્વદેશી પણ લખેલું છે. જેના પરથી એ વાત સાબિત થાય છે કે અંબાણી પરિવાર દ્વારા કોઈ વિદેશી વસ્તુ નહિ પરંતુ દેશમાં બનેલી જ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે અને તે જોઈને ચાહકો પણ અંબાણી પરિવારના વખાણ કરે છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે અંબાણી પરિવાર દ્વારા કિર્તીદાનને ચાંદીના ગ્લાસ જેવી કોઈ વસ્તુ આપવામાં આવી છે, જે ખુબ જ શાનદાર દેખાઈ રહ્યા છે. આ સાથે પેકીંગ પણ ખુબ જ સુંદર છે. સાથે જ બોક્સ પર અR પણ લખેલું જોઈ શકાય છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ  થઇ રહ્યો છે અને ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોને પોસ્ટ કરવાની સાથે કિર્તીદાને કેપશનમાં લખ્યું છે કે, “મારી ભેટ મેળવી મારા દિલમાં મુસ્કાન અને હૂંફ આવી, ધન્યવાદ શ્રીમાન અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને કોકિલાબેન તમારી દયાળુતા અને ઉદારતા માટે…” કિર્તીદાનના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને અંબાણી પરિવારના વખાણ કરતી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel