કાચા રસ્તાથી બાઇક લઇ જઇ રહ્યા હતા ત્યારે જ સામે આવી ગયો જંગલનો રાજા, કેમેરામાં કેદ થયુ ખૈફનાક મંજર
સિંહને તો સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવામાં આવે છે અને જૂનાગઢનું સાસણ તે સિંહ માટેનો પ્રિય પ્રદેશ છે. સાસણનું જંગલ એટલે ડાલામથ્થા સિંહનું વતન. દર વર્ષે સિંહોને જોવા દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ સાસણ આવે છે. ગુજરાતના લોકો તો સિંહ સાથે જીવવાનું શીખી ચૂક્યા છે.જો કે અવાર નવાર સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવે છે જેમાં ખૌફનાક મંજર કેમેરામાં કેદ થઇ જાય છે.
ઘણીવાર વીડિયો ઇન્ટરનેટની જનતાને હેરાન કરી દે છે. ત્યારે હાલમાં પણ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં જંગલનો રાજા જોવા મળી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની પુ્ષ્ટિ નથી થઇ પણ ક્લિપ શેર કરતા યુઝરે દાવો કર્યો છે કે આ મામલો ગુજરાતનો છે. વાયરલ ક્લિપમાં જોઇ શકાય છે કે બાઇક સવાર રાતના અંધારામાં કાચા રસ્તાથી જઇ રહ્યા હોય છે અને ત્યારે જ સામે સિંહ આવી જાય છે.
આ વીડિયો 15 માર્ચે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. @AMAZlNGNATURE નામના હેન્ડલથી પોસ્ટ થયેલા આ વીડિયો પર લાખોમાં વ્યુઝ આવ્યા છે અને હજારો લાઇક્સ આવી છે. આ સાથે જ સેંકડો યુઝર્સે કમેન્ટ્સ પણ કરી છે.
Meanwhile in Gujarat, India 🇮🇳 pic.twitter.com/BxvL192M5I
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 15, 2024