દેશની પહેલી AI ટીચર, ત્રણ ભાષાઓનું જ્ઞાન- પહેલીવાર ક્લાસમાં ભણાવવા આવી, જાણો ખાસિયત

કેરળમાં પહેલીવાર ક્લાસમાં ભણાવવા આવી AI ટીચર, બાળકો બોલ્યા- હેલો ઇરિસ મેમ, કેમ છો તમે ?

કેરળમાં ક્લાસમાં પહેલીવાર ભણાવવા આવી AI ટીચર, વિદ્યાર્થીઓ બોલ્યા- હેલો ઇરિસ મેમ

કેરળના તિરુવનંતપુરમની એક સ્કૂલમાં AI ટીચર ઈરિસના આવવા સાથે શિક્ષા ક્ષેત્રમાં આને એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. MakerLabs edutech કંપનીના સહયોગથી વિકસિત Iris રાજ્ય અને સંભવતઃ સમગ્ર દેશમાં પ્રથમ હ્યુમનોઇડ રોબોટ ટીચર છે.

આ ઇનોવેશન KTCT હાયર સેકન્ડરી સ્કૂલથી આવ્યુ છે, જે કડુવાયિલ થંગલ ચેરિટેબલ ટ્રસ્ટની એક પહેલ છે. ઇરિસ એ અટલ ટિંકરિંગ લેબ (ATL) પ્રોજેક્ટનો એક ભાગ છે, જે 2021ની નીતિ આયોગ પહેલ છે જે શાળાઓમાં અભ્યાસેતર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.

આ બહુભાષી AI શિક્ષકની ક્ષમતાઓ ઇન્સ્ટાગ્રામ પર MakerLabs દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં જોઈ શકાય છે. ઇરિસ વિવિધ વિષયોના જટિલ પ્રશ્નોના જવાબ આપી શકે છે, પર્સનલ વોઇસ અસિસ્ટેંસ મુહૈયા કરે છે અને ઇન્ટરેક્ટિવ શીખવાની અનુભવોને સુવિધાજનક બનાવી શકે છે. ઇરિસમાં પૈડાં પણ લાગેલા છે.

આ એટીએલ (અટલ ટિંકરિંગ લેબ) નો ભાગ છે, જે ભારત સરકારની એક યોજના છે, જેનો ઉદ્દેશ્ય શાળાઓમાં બાળકોની પ્રવૃત્તિ વધારવાનો છે. ઇરિસ ત્રણ ભાષાઓમાં બોલી શકે છે અને મુશ્કેલ પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઇનોવેશનમાં મોખરે રહીને, MakerLabs Edutechને તેની નવીનતમ રચના ‘Iris – AI ટીચર રોબોટ’ રજૂ કરવામાં ગર્વ છે, જે શીખવાની રીતને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Maker Labs (@makerlabs_official)

ઇરિસ સીમાઓ તોડવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે જ્યારે આવનારા વધુ ગ્રાઉન્ડબ્રેકિંગ ઇનોવેશન્સમાં આત્મવિશ્વાસ પેદા કરે છે. ઇરિસ એ ‘રોબોટિક્સ અને જનરેટિવ AI’નું સંયોજન છે. રોબોટમાં ઇન્ટેલ પ્રોસેસર અને કો-પ્રોસેસર છે જે ઘણા પ્રકારના આદેશોને હેન્ડલ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Maker Labs (@makerlabs_official)

Shah Jina