કચરો વાળી રહેલી મહિલા પર પડી અનાજની બોરીઓ, મજૂરોએ મસીહા બની આવી રીતે બચાવ્યો જીવ.. જુઓ વીડિયો

સફાઇ કરી રહેલી મહિલા પર અચાનક પડ્યા અનાજના કટ્ટા, મજૂરોએ મસીહા બની આવી રીતે બચાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC) માર્કેટમાં એક ભયાનક ઘટના બની. સફાઈ દરમિયાન અનાજની બોરીઓ નીચે એક મહિલા ફસાઈ ગઈ, જો કે સદનસીબે ત્યાં હાજર કામદારો તેને તરત બચાવવા માટે આવી ગયા.

આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને આ પછી ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોઇ શકાય છે કે કચરો વાળી રહેલી મહિલા આસપાસ અનેક અનાજની બોરીઓ રાખવામાં આવેલી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા ઝાડુ મારતી વખતે બોરીઓ પાસે પહોંચી, જ્યાં એક પછી એક બોરીઓ થોડી વાંકાચૂકી જોવા મળી અને તે બાદ બધી નીચે પડી.

અનાજની બોરીઓ પોતાના પર પડતા જ મહિલાએ ચીસો પાડવાનું શરૂ કર્યું. મહિલાની ચીસો સાંભળીને ત્યાં હાજર કામદારોએ દોડી જઈ તેનો જીવ બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો. કામદારોએ ખૂબ જ ઝડપથી મહિલા ઉપરથી બોરીઓ કાઢી અને મહિલાનો જીવ બચી ગયો.

એવા અહેવાલો છે કે મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ મહિલાનો જીવ બચાવનારા લોકોની સતત પ્રશંસા કરી રહ્યા છે.

Shah Jina