રસ્તા પર જોવા મળી ‘રિક્શા રેલગાડી’, મહેનતથી બચવાનો દેસી જુગાડ જોઇ લોકો થઇ ગયા ફેન…જુઓ વીડિયો

જુગાડમાં ભારતને ટક્કર આપી રહ્યા છે બાંગ્લાદેશી, રસ્તા પર રિક્શા ટ્રેન દોડાવી થઇ ગયા વાયરલ

આજકાલ આપણા પડોશી દેશ સોશિયલ મીડિયા પર મનોરંજનનો પૂરો ડોઝ આપી રહ્યા છે. હાલમાં જ જ્યારે પાકિસ્તાનના એક બાળકની ટેસ્ટ કોપી વાયરલ થઈ રહી હતી, ત્યારે હવે બાંગ્લાદેશનો એક વીડિયો ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આપણા દેશમાં જુગાડ પ્રચલિત છે અને તેના ઘણા વીડિયો આપણને અવાર નવાર જોવા મળે છે. પરંતુ બાંગ્લાદેશનો એક વીડિયો સામે આવ્યો છે, જેનું લેવલ કંઈક અલગ જ છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ the_outslder પર શેર કરવામાં આવ્યો છે. વિડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે – બાંગ્લાદેશ ઇઝ નોટ ફોર બિગિનર્સ. આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે, જ્યારે સેંકડો યુઝર્સે કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. એકે લખ્યું– શું હું એકમાત્ર એવો છું જે વિચારે છે કે પ્રથમ વ્યક્તિ વધુ મહેનત કરી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું- આ સ્માર્ટ બાંગ્લાદેશ છે.

જ્યારે બીજા એક યુઝરે લખ્યું- હબીબી, કોલકાતા આવો તમે સમજી જશો કે કોણ બિગિનર્સ માટે નથી. વાયરલ વિડિયોમાં જોવા મળી રહ્યુ છે કે 7 રિક્ષાચાલકો મસ્તીથી રિક્ષા ચલાવી રહ્યા છે. તેઓએ એક રિક્ષાની ઉપર બીજી રિક્ષા મૂકી છે. રિક્ષાના પાછળના પૈડા જમીન પર છે અને આગળના પૈડા આગળની રિક્ષા પર. જાણે રિક્ષા ટ્રેન આગળ વધી રહી હોય એવું દ્રશ્ય વીડિયોમાં જોવા મળી રહ્યુ છે..

Shah Jina