હે ભગવાન…. બસ હવે આજ જોવાનું બાકી રહ્યું હતું.. છોકરીએ મોઢામાં મૂકી પાણીપુરીની સુક્કી પુરી અને છોકરાએ મોઢાથી ભર્યું પાણી, જુઓ વીડિયો

પાણીપુરીની લારી પર પાણીપુરી ખાઈ રહેલા આ કપલે કરી એવી ગંદી હરકત કે જોઈને લોકોને પણ ચઢી ગઈ ચીતરી, વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડશે…જુઓ

Man Spits Golgappa Water In Partners Mouth : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક કન્ટેન્ટ ક્રિકેટરો તો ફેમસ થવા માટે એવા એવા વીડિયો બનાવે છે જેને જોઈને આપણું દિમાગ પણ ચકરાવે ચઢી જાય. ત્યારે હાલ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, જેમાં છોકરીના મોઢામાંથી કોઈ યુવક કઈ ખાતો હોય કે એકબીજાના મોઢામાં કોલ્ડ્રીંક રેડતા હોય. હવે આજ ક્રમમાં પાણીપુરી પણ આવી ગઈ છે, આ વીડિયોને જોઈને લોકોએ પણ માથું પકડી લીધું છે.

પાણીપુરી ખાતા હતા યુવક યુવતી :

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પહેલા છોકરો પ્લેટમાંથી પાણીપુરી ઉપાડે છે અને છોકરીને ખવડાવવા લાગે છે. પરંતુ તે ગુસ્સામાં ફેંકી અને દૂર જતી રહે છે.  આ જોઈને છોકરી તેની સામે આશ્ચર્યથી જોવા લાગે છે. પછી તે એક સુક્કી પુરી ઉપાડે છે અને તેને મોંમાં મૂકે છે. જેના બાદ છોકરો પાણીપુરીના પ્લેટમાં રહેલું પાણી પોતાના મોઢામાં રેડે છે અને છોકરીને કમરથી પકડીને તેને વાંકી વાળે છે અને યુવતીના મોઢામાં રહેલું સુક્કી પુરીમાં એ પાણી ભરી દે છે.

યુવતીના મોઢામાં રહેલું સુક્કી પુરીમાં રેડ્યું પાણી :

સોશિયલ મીડિયામાં આ વીડિયોને X યુઝર્સ દેશી મોજીટો એકાઉન્ટ દ્વારા 23 નવેમ્બરના રોજ શેર શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી ચુક્યા છે. સાથે જ યુઝર્સ આના પર કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એકે લખ્યું- યાર, બસ કરો. બીજાએ કહ્યું- મારે 40ના દાયકામાં પાછા જવું છે.

જોનારાને ચઢી ચિતરી :

આ ઉપરાંત પણ અન્ય યુઝરે લખ્યું  “તેઓ ખરાબ લોકો છે. આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈએ આવું કર્યું હોય. અગાઉ મેટ્રો અને પાર્કમાં કપલ્સ આવા કામો કરતા જોવા મળ્યા હતા. જેને પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમ કર્યો હતો.

Niraj Patel