મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ કપિલ દેવ વિવાદ પર તોડી ચુપ્પી, કહ્યુ- તમારા કર્મો…

ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અવાર નવાર તેના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે. જો કે, તે ટ્રોલર્સના નિશાના પર પણ આવતી રહે છે. જો કે, હાલમાં તેણે તેના પતિ નહિ પણ ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવને લઇને મોટી વાત કહી છે. વર્લ્ડકપ 2023 ફાઇનલ મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતને પહેલીવાર વિશ્વવિજેતા બનાવનાર કપિલ દેવ નજર આવ્યા નહોતા.

હસીન જહાંએ કપિલ દેવ વિવાદ પર તોડી ચુપ્પી

તે બાદ કપિલ દેવે એક ન્યુઝ ચેનલ સાથે વાતમાં કહ્યુ કે તેમને બોલાવવામાં આવ્યા નહોતા. તે પછી ઘણા લોકોએ BCCI અને ICC બંનેને ટ્રોલ કર્યુ, પણ આ વિશે હસીન જહાંએ એક પોસ્ટમાં કપિલ દેવ પ્રતિ સહાનૂભૂત દેખાડી. તેણે એક લાંબી પોસ્ટમાં લખ્યુ- સર તમે અમારા ગૌરવ છો, તમારો એક રૂતબો છે. જે ના બોલાવવાથી ઓછો નહિ થાય. તમારુ નામ તો ભારતના સ્વર્ણિમ ઇતિહાસમાં અંકિત છે, કોઇ તમને ક્યારેય નહિ ભૂલી શકે.

ટ્રોલર્સના નિશાના પર આવી હસીન જહાં

સમય-સમયની વાત છે, કેટલા આવ્યા-કેટલા ગયા, બધાને ભૂલી ગયા બધા. કપિલ દવે પ્રતિ પોતાની સહાનૂભૂતિ દેખાડ્યા બાદ હસીન જહાં વધુ એક પોસ્ટથી કોઇના પર નિશાનો સાધવાની કોશિશ કરી રહી છે. જો કે, શમીનું નામ તો તેણે ના લીધુ પણ હસીન જહાં શમી તરફ ઇશારો કરી રહી હોય તેવું લાગી રહ્યુ છે. હસીન જહાંએ લખ્યુ- કર્મ કોઇને નથી છોડતો, તે ઘરના ઝઘડાને રસ્તા પર લઇ આવ્યો, કેટલા પણ પૈસા કમાવી લો પણ દરેક પળ જુદાઇ સહેવી પડશે.

નામ લીધા વગર કર્યો શમી તરફ ઇશારો 

તારી બધી બદમાશી એક મિનિટમાં નીકળી જશે, હજુ પણ સમય છે, લાલચ છોડી દો નહિ તો કર્મોનું ફળ ભોગવવા રેડી રહો. જો કે, હસીન જહાં આ પોસ્ટ બાદ પોતે ટ્રોલ થઇ ગઇ, લોકોએ તેના પર સંગીન આરોપ લગાવી દીધા. કેટલાક લોકોનું કહેવુ છે કે આ માત્ર સળગાવવાનું જ કામ કરે છે. તો કોઇ કહે છે કે હવે વિશ્વાસ થવા લાગ્યો છે કે શમીભાઇની વાતો સાચી છે, આ જ ગડબડ છે. તો કોઇએ કહ્યુ- હસીન જહાં જેવા લોકો કોઇના સગા નથી હતા. આને ખાલી પૈસા અને પબ્લિસિટી જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Haseen Jahan (@hasinjahanofficial)

Shah Jina