‘આ છે પહાડોનો હેવી ડ્રાઇવર…’ પહાડ પર એવી રીતે લીધો ગાડીનો ટર્ન કે જોઇને તો શ્વાસ જ અટકી જાય- જોઇ લો આંખો પર વિશ્વાસ ન હોય તેવો વીડિયો

ખતરનાક ડ્રાઇવિંગ: એક ટાયર હવામાં અને બીજું…લોકો બોલ્યા- ઊભો રહી જા ભાઇ… જુઓ પછી શું થયું

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

સોશિયલ મીડિયા પર અવારનવાર અજીબો ગરીબ અને હેરાન કરી દેનારા વીડિયો જોવા મળે છે, ત્યારે હાલમાં જ એવો એક વીડિયો લોકોના હોંશ ઉડાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ખૂબ જ સાંકડા રસ્તા પર ડ્રાઇવિંગનું અદભુત ઉદાહરણ રજૂ કરતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને કોઇના પણ શ્વાસ અટકી જાય.

સાંકડા પહાડી રસ્તાનો હેવી ડ્રાઇવર

જો કે કાર ચલાવવી એ મોટી વાત નથી, પરંતુ કારને સુરક્ષિત રીતે ચલાવવી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સારી ડ્રાઇવિંગ કુશળતા જાળવી રાખવી એ મોટી વાત છે. આ ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાર સવાર એક વ્યક્તિ પહાડી રસ્તા પર કારને ફેરવતો જોવા મળે છે.

પહાડ પર એવી રીતે લીધો ગાડીનો ટર્ન કે જોઇને જ અટકી જાય શ્વાસ

રસ્તો એટલો સાંકડો છે કે તેને જોઈને ચોક્કસ તમારી આંખો પહોળી થઈ જશે. આટલા સાંકડા રસ્તા પર પણ વ્યક્તિ કોઈ પણ જાતના ડર વગર કારને સરળતાથી વળાવી લે છે. આ સમય દરમિયાન કારનું પાછળનું ટાયર તો હવામાં જ જોવા મળી રહ્યુ છે.

12 મિલિયનથી વધુ લોકોએ જોયો વીડિયો

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 23 નવેમ્બરે શેર કરાયેલા આ વીડિયોને 12 મિલિયનથી વધુ લોકોએ જોયો છે, જ્યારે 75 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. યુઝર્સ વીડિયો પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina