‘મય્યત છે…’ અરમાન કોહલીના પિતાની શોક સભામાં હસતો જોવા મળ્યો સની દેઓલ તો ભડક્યા યુઝર્સ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

એક્ટર અરમાન કોહલીના પિતા અને નિર્દેશક રાજ કુમાર કોહલીનું શુક્રવારે નિધન થયું હતુ. તેઓ ન્હાવા બાથરૂમમાં ગયા હતા અને ત્યાં જ તેમને હાર્ટ એટેક આવ્યો. શુક્રવારે સાંજે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રવિવારે પુત્ર અરમાન કોહલીએ તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. તેમાં વિંદુ દારા સિંહ અને સની દેઓલે પણ ભાગ લીધો હતો.

રાજકુમાર કોહલીની પ્રાર્થના સભામાં હસતો જોવા મળ્યો સની દેઓલ

આ દરમિયાન બંને હસતા અને મજાક કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ સની દેઓલ લોકોના નિશાના પર આવી ગયો. રાજકુમાર કોહલીની પ્રાર્થના સભાના એક વીડિયોમાં સની દેઓલ અને વિંદુ દારા સિંહ હસતા જોવા મળ્યા હતા. અરમાન કોહલી સનીને લઇ જવા માટે રાહ જોઇ રહ્યો હતો.

બાજુમાં જ ભાવુક ઊભો હતો અરમાન કોહલી

બંને પ્રાર્થના સભામાંથી બહાર નીકળતા જોવા મળ્યા, ત્યારબાદ વિંદુ સનીના કાનમાં હસતા કંઈક બોલે છે, આ સાંભળીને સની દેઓલ પણ હસી પડે છે. જો કે, સનીની બાજુમાં ઊભેલ અરમાન કોહલી ભાવુક જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે સની અને વિંદુના આ વર્તનની ટીકા કરી રહ્યા છે અને તેમને બેશરમ પણ કહી રહ્યા છે.

લોકોએ સો.મીડિયા પર સંભળાવી ખરી-ખોટી

એક યુઝરે લખ્યું- આ અંતિમ સભા છે કે કોઇ પાર્ટી. અન્ય એક યુઝરે લખ્યું- મૃત વ્યક્તિના દીકરા સામે આ રીતે હસવું એ બેશરમીથી ઓછું નથી. ઘણા યુઝર્સ આને સંસ્કારો સાથે જોડીને જોઇ રહ્યા છે. રાજકુમાર કોહલી માટે આયોજિત આ પ્રાર્થના સભામાં સની દેઓલ ઉપરાંત ઘણી જાણીતી હસ્તીઓ જેવી કે સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, શત્રુઘ્ન સિંહા, રાજ બબ્બર, ફિલ્મ નિર્દેશક અબ્બાસ મસ્તાન સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina