CCTVમાં કેદ થઇ ડિલીવરી બોયની કરતૂત, સામાન ડિલીવરી કર્યો અને ઘરની બહારથી જૂતા ચોરી ગયો- જુઓ વીડિયો

Blinkitના ડિલીવરી બોયની ડરામણી કરતૂતથી ખૌફમાં મહિલા, સામાન આપ્યા બાદ ચોર્યા જૂતા…CCTV ફુટેજ વાયરલ

ડિલીવરી એજન્ટ ઘરની બહાર જૂતા ચોરતો કેમેરામાં થયો કેદ, વીડિયો થયો વાયરલ

Blinkit Boy Viral Video: દિલ્લીની એક સોસાયટીમાં બ્લિંકિટ (ઓનલાઇન કિરાણા પ્લેટફોર્મ)ના ડિલીવરી બોયની કરતૂતથી એક મહિલા ખૌફમાં આવી ગઇ. કેપ્ટન મોનિકા ખન્ના નામની મહિલાએ ડિલીવરી બોયની CCTV ફુટેજનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ખોરાક અને કરિયાણાની વસ્તુઓની ઘરઆંગણે ડિલિવરી રોજિંદા જીવનને સરળ બનાવી છે.

CCTVમાં કેદ થઇ ડિલીવરી બોયની કરતૂત

હવે કોઈએ સુપરમાર્કેટના ગલિયારાઓમાં વસ્તુઓ શોધવા, લાંબી કતારોમાં ઊભા રહેવાની અને પછી ભારે બેગ ઘરે લઈ જવાની ચિંતા કરવાની જરૂર નથી. ડિલિવરી એપ્લિકેશન્સ અને પ્લેટફોર્મ્સે આ બધી ચિંતાઓ દૂર કરી છે અને તેને સુવિધા સાથે બદલી છે. જો કે, તાજેતરમાં વાયરલ થયેલો એક વિડિયો એ સવાલો ઉભા કરી રહ્યો છે કે શું આપણે આ ખાસ પ્રકારની સગવડ માટે આપણી સુરક્ષાનું બલિદાન આપી રહ્યા છીએ.

ઘરની બહારથી જૂતા ચોરી ગયો

વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે Blinkit કંપની માટે કામ કરતા ડિલિવરી એજન્ટે ગ્રાહકના ઘરના દરવાજામાંથી જૂતાની ચોરી કરી હતી. કેપ્ટન મોનિકા ખન્ના નામની મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક બ્લિંકિટ ડિલિવરી એજન્ટ રાત્રે 8 વાગ્યા પહેલા દરવાજા પર આવી ઓર્ડર આપતો અને પછી લિફ્ટમાં જતો જોવા મળે છે. જો કે, થોડીવાર પછી, તે પાછો આવે છે અને જેકેટ ખોલે છે. યૂઝરના કહેવા પ્રમાણે, આ પછી તે ઘરની બહાર રાખેલા શૂઝને પોતાના જેકેટમાં છુપાવી દે છે.

કંપનીએ હજુ સુધી નથી આપી કોઈ પ્રતિક્રિયા

વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે, “દિલ્હી જેવા શહેરમાં બનેલી આ ઘટનાએ મારી અંદરનો ડર ઘણો વધારી દીધો. આ સિવાય ચોર (ડિલિવરી બોય)નો આત્મવિશ્વાસ એવો કે તે ફરીથી આવવાની હિંમત કરે છે, તે પણ એકલો જ…તે માત્ર ચોંકાવનારું જ નહીં પણ અત્યંત ડરામણું પણ હતું.” જો કે કંપનીએ હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી, આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ઘણા લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

Shah Jina