શાહરૂખ ખાનના હમશકલને જોઇ સલમાન ખાનના ઉડ્યા હોંશ, હસી હસીને લોથપોથ થયો ભાઇજાન

શાહરૂખ ખાનના હમશક્લને જોઇ છૂટી સલમાન ખાનની હસી, યુઝર્સ બોલ્યા- આ પઠાન નહિ, થકાન છે

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Rukh Khan Duplicate: એવું કહેવાય છે કે દુનિયામાં એક જ જેવા સાત લોકો હોય છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેમના હમશક્લ સરળતાથી મળી જાય છે. રીલના ટ્રેન્ડે જોર પકડ્યુ ત્યારથી હમશકલની શોધ વધુ સરળ બની ગઈ છે. સોશિયલ મીડિયા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિતના સેલેબ્સના હમશક્લથી ભરેલું છે.

શાહરૂખના હમશકલને જોઇ સલમાનના ઉડ્યા હોંશ

ત્યારે હાલમાં શાહરૂખ ખાનનો નવો હમશક્લ સામે આવ્યો છે, જે સલમાન ખાન સાથે જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનનો આ હમશક્લ જ્યારે સલમાન ખાન સાથે સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે આ જોઈને તો સલમાન પણ પોતાનું હસવાનું રોકી શક્યો નહીં અને જોર જોરથી હસતો રહ્યો. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સે પણ શાહરૂખ ખાનના આ હમશકલની મજાક ઉડાવી.

શાહરૂખના હમશકલને જોઇ સલમાન ના રોકી શક્યો હસવાનું

જણાવી દઈએ કે, આ દિવસોમાં સલમાન ખાન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 12 નવેમ્બરે રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી પણ કરી રહી છે. ત્યાં ફિલ્મના પ્રમોશનને કારણે સલમાન ખાને મુંબઈના ઘણા થિયેટરોમાં જઈને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

લોકોએ પણ ઉડાવી નકલી પઠાણની મજાક

ત્યારે આવી સ્થિતિમાં સલમાન ખાન એક થિયેટરમાં શાહરૂખ ખાનના હમશકલને મળ્યો હતો. જ્યારે સલમાન ખાન શાહરૂખના આ ફેનને મળ્યો તો તે હસવાનું રોકી શક્યો નહીં. જો કે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ઘણા યુઝર્સે પણ આ નકલી પઠાણની મજાક ઉડાવી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina