રણદીપ હુડ્ડાએ દુલ્હનના ગળામાં નાખી જયમાલા, મણિપુરી રીતિ રિવાજ સાથે થઇ લગ્નની રસ્મો- જુઓ દુલ્હા-દુલ્હનનો લુક અને લગ્નનો વીડિયો

સોનાથી લદાઇ રણદીપ હુડ્ડાની દુલ્હન, મણિપુરી અંદાજમાં જોવા મળ્યો એક્ટર, 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

સામે આવી રણદીપ હુડ્ડા અને લિન લૈશરામના લગ્નની તસવીરો, પારંપરિક પરિધાનમાં જોવા મળ્યા દુલ્હા-દુલ્હન

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Randeep Hooda Wedding: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા અને લિન લૈશરામ બુધવારે લગ્નના બંધનમાં બંધાઇ ગયા. બંને સ્ટાર્સે મણિપુરી સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રણદીપ હુડ્ડા અને લીન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારે ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

રણદીપ હુડ્ડા અને લિન લૈશરામ બંધાયા લગ્નના બંધનમાં

તેમના લગ્ન બુધવારે મણિપુરમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં થયા હતા. લિન લૈશરામ મોડલ અને અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. લીને 2007માં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં કામ કર્યું હતું. આ પછી લીને મણિપુરની બોક્સર મેરી કોમની બાયોગ્રાફીમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તેણે રંગૂન અને જાનેજાન જેવી ઘણી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું છે.

મણિપુરી રીતિ રિવાજ સાથે કર્યા લગ્ન

રણદીપ અને લીન છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે હવે તેમણે તેમના સંબંધને એક નવું નામ આપી દીધુ છે. રણદીપ હુડ્ડા 44 વર્ષનો છે, જ્યારે લીન તેના કરતા 10 વર્ષ નાની છે. લીન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે મોડલિંગની દુનિયામાં પણ એક મોટું નામ છે.

સોનાથી મઢેલી જોવા મળી લિન લૈશરામ

રણદીપ હુડા અને લીનના લગ્નનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં રણદીપ હુડ્ડા અને લિન બંને મણિપુરી પરંપરામાં સજ્જ જોવા મળે છે. રણદીપની કન્યા લિન સોનાથી મઢેલી છે અને બંને મણિપુરી શૈલીમાં લગ્નની વિધિઓ કરી રહ્યા છે. રણદીપ હુડ્ડાએ પણ સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

તસવીરોમાં જોવા મળી ધાર્મિક વિધિઓની ઝલક

દુલ્હન લિનના આઉટફિટની વાત કરીએ તો તે મણિપુરી આઉટફિટમાં જોવા મળી હતી. તસવીરોમાં રણદીપ વ્હાઇટ રંગના પરંપરાગત પોશાકમાં વરરાજા તરીકે ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો જ્યારે રણદીપની કન્યા લિન પોટલોઈ અથવા પોલોઈ (દુલ્હન આઉટફિટ) જાડા કાપડ અને વાંસનો બનેલો નળાકાર સ્કર્ટ પહેર્યો હતો. લિન મણિપુરી દુલ્હન તરીકે ખૂબ જ સુંદર દેખાતી હતી. તસવીરોમાં રણદીપ અને લીનના લગ્નમાં કરવામાં આવેલી ધાર્મિક વિધિઓની ઝલક જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina