આ વ્યક્તિએ બનાવી રોસ્ટેડ ચા, વીડિયો જોઈને લોકોના દિમાગનો પિત્તો છટક્યો, બોલ્યા…. “શાક બનાવ્યું છે કે ચા ?”, જુઓ

આવી રોસ્ટેડ ચા જોઈને તો ચા પ્રેમીઓને લાગી ગયો મોટો આઘાત, કોમેન્ટમાં સંભળાવી દીધું એવું એવું કે બનાવનારે પણ કલ્પના નહિ કરી હોય, જુઓ વીડિયો

How to make roasted tea :આપણા દેશની અંદર ચા પીવાના શોખીનો તમને દરેક ઘરમાં મળી જશે. દેશના મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ થતી હોય છે. તેમાં પણ જો ઈલાયચી અને આદુ કે પુદીના વાળી ચા મળી જાય તો દિવસ સુધરી જાય. છેલ્લા ઘણા સમયથી ચામાં પણ અલગ અલગ પ્રકારના એક્સ્પીરિમેન્ટ જોવા મળે છે. ત્યારે ઘણીવાર  લોકો ચા સાથે પણ એવા એક્સ્પીરિમેન્ટ કરતા હોય છે જે લોકોને પસંદ નથી આવતા, અને પછી એવા અખતરા કરનાર પર ગુસ્સો પણ વ્યક્ત કરે છે.

રોસ્ટેડ ચા થઇ વાયરલ :

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોસ્ટેડ ચા બનાવવામાં આવી છે. તેની રેસીપી એટલી અનોખી છે કે તેને જોયા પછી તમને વિચિત્ર લાગશે. પણ ભાઈ… આવી ચા બનાવીને એક વાર અજમાવી જુઓ. વાયરલ વીડિયો X પર (@jasuja) નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે- હું ચા બનાવવાની આ પદ્ધતિની વિરુદ્ધ છું. આપણે આ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જોઈએ.

આ રીતે બનાવી ચા :

25 સેકન્ડની વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે રોસ્ટેડ ચા બનાવવા માટે પહેલા કડાઈમાં ચાની પત્તી નાખવામાં આવી હતી. આ પછી તેમાં ખાંડ ઉમેરીને સારી રીતે શેકવામાં આવ્યા. ત્યાર બાદ તેમાં આદુ અને એલચી નાખીને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લેવામાં આવ્યું. આ પછી, દૂધ ઉમેરીને થોડી વાર ઉકાળવામાં આવે છે અને પછી ચા તૈયાર થઇ જાય છે, જેને એક ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે.

લોકોને પસંદ ના આવી રેસિપી :

25 નવેમ્બરના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- અમૂલ બટરનો તડકો  ક્યાં છે? બીજાએ કહ્યું- ઓહ ના! હું આ વિશે વિચારીને પણ મરી રહ્યો છું. તે જ સમયે, અન્ય વપરાશકર્તાએ ટિપ્પણી કરી – ચાનું શાક બનાવી દીધું. શું તમે ક્યારેય આ પ્રકારની ચા અજમાવવાનું પસંદ કરશો?  આ ઉપરાંત પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel