કેવી રીતે કરોડપતિ બની આ ખૂબસુરત યુવતિ, જાણશો કહાની તો ઉડી જશે હોંશ

પાકિસ્તાની છોકરીએ ભીખ માગી-માગીને બનાવી લીધી પ્રોપર્ટી, મલેશિયામાં ખરીદ્યા ફ્લેટ્સ અને કાર- જાણો પૂરી કહાની

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

કેટલાક માટે, ભીખ માંગવી એ મજબૂરી છે જ્યારે કેટલાક માટે પૈસા કમાવવાનું સાધન.. ઘણી વખત લોકો ભીખ માંગવાને પોતાનો વ્યવસાય બનાવે છે અને પછી અમીર બની જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે, જ્યાં એક છોકરી તેના અમીર હોવાનું કારણ જણાવી રહી છે.

યુવતીનું કહેવું છે કે તે પાકિસ્તાનની છે અને માત્ર પાંચ વર્ષમાં તેણે ભીખ માંગીને એટલા પૈસા કમાઈ લીધા છે કે તેની વિદેશમાં પ્રોપર્ટી છે અને પોતાનો બિઝનેસ પણ છે. આ યુવતિએ એ પણ ખુલાસો કર્યો કે તે કેવી રીતે અમીર બની. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુવતી ઈન્ટરવ્યુ આપી રહી છે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેનું નામ શું છે, તો તેના પર યુવતીએ કહ્યુ- લાઇબા. આ યુવતિએ કહ્યુ કે તે મલેશિયામાં રહે છે અને પાકિસ્તાનની મુલાકાતે આવતી રહે છે. લાઇબા કહે છે કે મલેશિયામાં તેની પાસે બે ફ્લેટ, એક કાર અને પોતાનો બિઝનેસ છે. તેના પરિવારના તમામ સભ્યો ત્યાં રહે છે. પછી આ પછી તેણે કહ્યું કે તે ભીખ માંગીને આટલી અમીર બની છે.

તેણે કહ્યું કે તે ખોટી કહાનીઓ કહી લોકો પાસે પૈસા માંગતી અને લોકો તેને આપતા પણ હતા. તે માત્ર પાંચ વર્ષમાં જ અમીર બની ગઈ. આ વીડિયો વાયરલ થતા લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એક યુઝરે લખ્યું, ‘વિશ્વાસ નથી આવતો કે લોકો પૈસા માટે જૂઠું બોલે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ દેશના લોકો નહિ સુધરે.’

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina