આ દુલ્હને તો સૌને કરી દીધા હક્કાબક્કા, કાળા ચશ્મા પહેરીને વરઘોડો લઈને આવી, હાથમાં ફાયર ગન રાખીને કરી એવી ધમાલ કે… જુઓ વીડિયો

લગ્ન મંડપમાં કન્યાની આવી ધમાકેદાર એન્ટ્રી તમે આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય, આંખો પર કાળા ચશ્મા અને બગીમાં સવાર થઈને આવી કન્યા, ફાયર ગનથી કરી જબરદસ્ત આતીશબાજી, જુઓ

Bride Reached For Wearing With Fireworks : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર હવે લગ્ન પ્રસંગો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. જેમાં વરરાજ કે કન્યાની ધમાકેદાર એન્ટ્રી જોવાનું લોકો ખાસ પંસદ પણ કરતા હોય છે. હાલ એવી જ એક કન્યાના વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં કાળા ચશ્મા પહેરીને નાચતી દુલ્હન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

કન્યાએ કાઢ્યો વરઘોડો :

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં એક લગ્ન સમારંભમાં દુલ્હનની ધમાકેદાર એન્ટ્રી જોઈને બધા ચોંકી ગયા. કન્યા લગ્નના વરઘોડામાં ગાડીમાં સવાર થઈને, કાળા ચશ્મા પહેરીને અને હાથમાં ફાયર ક્રેકર બંદૂક લઈને આવી હતી. આ નજારો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કન્યાએ ફાયર ગન વાળી એન્ટ્રી સાથે આતીશબાજી શરુ કરી. લોકોએ આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકો જોઈને રહી ગયા હક્કાબક્કા :

બુરહાનપુર શહેરમાં રવિવારે સાંજે નીકળેલી આ અનોખો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો. કન્યા, બગી પર સવાર થઈને કાળા ચશ્મા પહેરીને, વર સાથે લગ્ન કરવા માટે લગ્નના વરઘોડા સાથે નીકળી હતી. લગ્નમંડપમાં દુલ્હનની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. કન્યાના સગા સંબંધીઓ પણ આ વરઘોડામાં જોડાયા હતા. તે પણ તેની જેમ ફાયર ગન લઈને હવામાં આતીશબાજી કરતા જોવા મળ્યા હતા.

વાયરલ થયો વીડિયો :

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકોના અલગ અલગ પ્રતિભાવ પણ સામે આવી રહ્યા છે. ઘણા લોકો કન્યાના આ પ્રકારના ઉત્સાહ જોઈને ખુબ જ ખુશ પણ છે. તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે, દરેક જમાના સાથે પરંપરાઓ પણ બદલાતી રહે છે. પહેલા કન્યાનું મોઢું પણ જોવા નહોતું મળતું, ઘૂંઘટમાં જ છુપાયેલું હોતું. પરંતુ આજે કન્યા જેમ ઈચ્છે તેમ કરી શકે છે, વરઘોડો પણ કાઢી શકે છે/

Niraj Patel