મહેન્દ્ર સિંહ ધોનીની સાદગીએ ફરી જીત્યા ચાહકોના દિલ, ચાહકને બાઈક પર ઓટોગ્રાફ આપતા પહેલા પોતાની ટી શર્ટથી સાફ કર્યું બાઈક, જુઓ વીડિયો

વાહ બાઈક પ્રેમી ધોની વાહ !! ચાહકને બાઇકમાં ઓટોગ્રાફ આપતા પહેલા જ પોતાની ટી શર્ટથી કરી સાફ, વીડિયો જોઈને ચાહકો બોલ્યા.. “સાચો બાઈક લવર !”, જુઓ તમે પણ

Dhoni autographed a fan’s bike : બોલીવુડના સિતારાઓની જેમ ક્રિકેટરો પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલા રહે છે, તેમાં પણ ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો તો દુનિયાભરમાં ફેલાયેલા છે. ધોની આજે ભલે ભારતીય ટીમ સાથે જોડાયેલા નથી, પરંતુ તેમના જીવન વિશેની દરેક અપડેટ ચાહકો મેળવવા માંગે છે. તેમાં પણ વર્ષ 2024ની આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ધોનીને રિટેઈન કરતા જ ચાહકો વધુ ખુશ થઇ ગયા છે અને મહીને વધુ એક આઇપીએલ રમતા જોઈને ઉત્સાહમાં પણ છે.

માહીએ ફરી જીત્યા ચાહકોના દિલ :

મહેન્દ્ર સિંહ ધોનીના ક્રિકેટ ઉપરાંત તેમની સાદગીથી પણ લોકો પ્રભાવિત થતા રહે છે. સોશિયલ મીડિયામાં પણ ધોનીની સાદગીના ઘણા બધા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થયો છે, જેમાં પણ ધોનીની સાદગી ફરી એકવાર ચાહકોના દિલ જીતવામાં કામયાબ રહી છે. એમએસ ધોની જ્યાં પણ જાય છે, ચાહકો તેને ફોલો કરે છે. ગમે તે જગ્યા હોય, ચાહકો તેનો ઓટોગ્રાફ ઈચ્છે છે. કોઈને તેના હાથ પર તેનો ઓટોગ્રાફ જોઈએ છે, કોઈને કાગળ પર, કોઈને તેના ફોનની પાછળ, કોઈને તેની ડાયરીમાં, કોઈને ટી-શર્ટ પર, કોઈને કાર પર અને કોઈને કારની સીટ પર.

પોતાની ટી શર્ટથી બાઈક સાફ કર્યું :

આવો જ એક વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એમએસ ધોની પહેલા પોતાના એક ફેન્સની બાઇકને પોતાની ટી-શર્ટથી સાફ કરે છે અને પછી તેના પર પોતાનો ઓટોગ્રાફ આપે છે. ધોની રાંચીના JSCA સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અવારનવાર મુલાકાત લે છે. તેઓ આ મેદાન પર પ્રેક્ટિસ કરે છે અને અહીં બેડમિન્ટન અને ટેનિસ જેવી રમતો રમે છે. અહીં એક વિશાળ જીમ પણ છે, જ્યાં ધોની અવારનવાર જાય છે અને આ દરમિયાન ફેન્સ પણ અહીં આવે છે.

બાઈક પર આપ્યો ઓટોગ્રાફ :

આવા જ એક પ્રશંસકે તેની સુપર બાઈક લઈને ધોનીનો સંપર્ક કર્યો અને તેનો ઓટોગ્રાફ માંગ્યો, પરંતુ તે નિરાશ ન થયો. તેણે તે વ્યક્તિની બાઇકને તેના ટી-શર્ટથી સાફ કરી અને પછી તેનો ઓટોગ્રાફ પણ આપ્યો. ધોનીએ આ બાઇકને થોડીવાર ચલાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. દરેક વ્યક્તિ જાણે છે કે ધોનીને બાઇકનો ખુબ જ શોખ છે. તે તેના શરૂઆતના દિવસોની બાઇકને પણ વહાલ કરે છે અને ઘણીવાર તે બાઇક  ચલાવતો જોવા મળે છે.

Niraj Patel