ખબર

ગુનેગાર ના હોવા છતાં 23 વર્ષ સુધી ભોગવી જેલની સજા, ઘર પરત આવ્યો ત્યારે કોઈ જ જીવતું જોવા ના મળ્યું

દિલ્લીના લાજ્પત નગર બૉમ્બ બ્લાસ્ટમાં ત્રણ લોકોને ગુનેગાર ઠેરવી ધરપકડ કરવામાં આવી હતી. 23 વર્ષ સુધી જેલમાં જેલમાં સજા ભોગવ્યા બાદ તેને રાજસ્થાન કોર્ટ દોષમુક્ત કર્યા હતા. આ પૈકી એક મોહમ્મ્દ અલી ભટ્ટ  ગુનો સાબિત ના કરી શકવાને કારણે શ્રીનગર તેના  ઘરે પહોંચ્યો તો તેને સ્વાગત માટે કોઈ ના દેખાતા તે ચોંકી ગયો હહતો. પરન્તુ આ 23 વર્ષ દરમિયાન તેના માતા-પિતાનું અવસાન થઇ ગયું હતું. અલીભટ્ટ આ વર્ષો દરમિયાન દિલ્લી અને રાજસ્થાનની જેલમાં બંધ થયો હતો.

Image Source

જાણકારી મુજબ મોહમ્મ્દ અલી ભટ્ટ, લતીફ અહમદ વાઝા અને મિર્ઝા નિસારહુસૈનએ 1996માં લજપત નગર બૉમ્બ વિસ્ફોટના આરોપ અનુસાર ધરપકડ કરવામ આવ્યા હતા. જે સમયે તે લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી. ત્યારબાદ થોડા  વર્ષો બાદ પોલીસે આ ત્રણ આરોપીઓના નામ દૌસા  બોંમ્બ બ્લાસ્ટ કેસમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા.

Image Source

રાજસ્થાનના દૌસામાં 23 વર્ષ પહેલા એટલે કે 1996માં રોડવેઝની બસમાં બૉમ્બ વિસ્ફોટ થતા 14 લોકોના મોટ નિપજ્યા હતા. અને આકેસમાં 12 લોકોને આરોપી બનાવ્યા હતા. જેમાં રાજસ્થાન કોર્ટ 2014માં  ઉમ્ર કેદની સજા સંભાળવી હતી. આ સજા સામે ન્યાય મળેવવા હાઇકોર્ટમાં ગયા હતા. પરંતુ હાઇકોર્ટની સુનાવણીને ઘણો સમય લાગ્યો હતો. પરંતુ આ અઠવાડિયે જ રાજસ્થાન હાઇકોર્ટે ત્રણેયને દોષમુક્ત કરી દીધા હતા. જેલથી નીકળેલા રઈસ બિગ અને અન્ય લોકો એકબીજાને જાણતા પણ ના હતા. આજે 23 વર્ષ તેને જેલમાં ગુજાર્યા તે કોણ પાછા આપશે.


જેમાંથી એક મોહમ્મ્દ અલી ભટ્ટ પણ હતો. જેલમાંથી છૂટ્યા બાદ  તે ઘર પહોંચ્યો તો કોઈ સગા-સંબંધી કોઈ જ હાજર ના હતું. તેની માતા 2002માં મૃત્યુ પાણી હતી. જયારે તેના પિતા 2015માં મૃત્યુ પામ્યા હતા. ઘર પહોંચીને ભટ્ટ સૌથી પહેલા કબ્રસ્તાન પહોંચ્યો હતો. ત્યાં તેના માતા-પીતાં કબરને વળગીને રોયો હતો. આ દરમિયાન તેને કહ્યું હતું કે, મારી સાથે અન્યાય થતા મારી અડધી જિંદગી જેલમાં ગઈ છે. હું સંપૂર્ણ રીતે તૂટી ગયો છું. મારા માતા-પિતા મારી દુનિયા હતા. પરંતુ હવે તે પણ નથી. અલી ભટ્ટનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks