મનનો સત્યાગ્રહ, પ્રકરણ : 6 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….

0
Advertisement

હું, નિશા અને બીજા મિત્રો કેફેમાં પહોંચ્યા. નિશા ગેંગસ્ટર જેવી જ લાગતી હતી અને કેફના મધ્યભાગમાં એક લોન્જ હતું અને નવાઈની વાત એ હતી કે એ લોન્જમાં છોકરીઓ વધારે હતી ! નિશા એક સોફા પર બેઠી અને ત્યાં બે ગુંડા આવ્યા અને બોલવા લાગ્યા, “અબે યહાઁ ક્યુ આયે હો ? હું એની નજીક ગયો અને એને સાઈડમાં લઈ ગયો અને કહ્યું, “સુનો, હમારી મેમ સાબ આઈ હૈ,તો અપને બોસ કો બોલો !” એ ગુંડાએ કહ્યું, “પર કામ ક્યાં હૈ ?” મેં કહ્યું, “એક બડી ડીલ કરની હૈ !” એણે મારી સામે જોયું અને બોલ્યો,”ઓકે, બાહર હી બેઠના, મેં બોસ કો બુલતાં હું !” મેં હકારમાં મોઢું હલાવ્યું અને એ ગુંડો એના બોસને બોલાવવા ગયો.
થોડીવાર બાદ ત્રણ ચાર ફિમેલ બાઉન્સર્સ સાથે ડી.ક્યુ આવ્યો અને એનો ચહેરો પહેલા કરતાં ઘણો બદલાઈ ગયો હતો ! ડી.ક્યુ નિશાની બાજુમાં આવ્યો અને હાથ મિલાવીને બોલ્યો, “હેલો….!” નિશાએ જવાબ આપ્યો, “હાય..!” ડી.ક્યુ સામેના સોફા પર બેઠો અને એની ચારે બાજુ ટૂંકા કપડાં પહેરેલી છોકરીઓ બેઠી અને ડી.ક્યુએ બે સિગારેટ સળગાવી અને એક નિશા ની સામે કરી ! નિશાએ મારી સામે જોયું અને મેં ડી.ક્યુના હાથમાંથી સિગારેટ લીધી અને નિશાને આપી…! નિશા સ્મોકિંગ નહોતી કરતી પણ ડી.ક્યુ સાથે બેસવામાં એ સિગારેટ જરૂરી હતી અને એટલે જ નિશાએ એક કસ માર્યો અને સિગારેટ મને આપી !
ડી.ક્યુ નિશાને ધારીને જોતો હતો અને વચ્ચે તો એવું મન થયું કે એની આંખો ઉખેડી નાખું ! નિશાએ વાત શરું કરી, “મુજે સ્મગલિંગ કે બિઝનેસ મેં કુછ ઇન્વેસ્ટમેન્ટ કરના હૈ !” ડી.ક્યુ હસવા લાગ્યો અને બોલ્યો, “આપ હી આ જાઈએ, ઇન્વેસ્ટમેન્ટ કે ચક્કર મેં ક્યો પડતી હૈ !” નિશાએ કહ્યું, “મુજે સિર્ફ પૈસા ચાહીએ ઔર કુછ નહીં !” ડી.ક્યુ વિચારવા લાગ્યો અને બોલ્યો, “વો તો હૈ…!” નિશા થોડી નર્વસ હતી પણ એ ડી.ક્યુ સાથે સારી રીતે વાત કરતી હતી. ડી.ક્યુ કંઈક વિચારતો હતો અને એના બાઉન્સર્સ અમારી પર નજર સાથે ગન પણ સીધી રાખીને ઉભા હતાં. ડી.ક્યુએ કહ્યું, “મુજે આપકે સાથ પર્સનલ મેં કુછ બાત કરની હૈ, ઐસા કરતે હૈ ડિનર કે બાદ મેરે રૂમમેં બેઠકે બાત કરતે હૈ !” નિશા વિચારવા લાગી અને હું મનમાં બોલતો હતો કે નિશાએ ડી.ક્યુ નિશા સાથે એના રૂમમાં રાત્રે એકલો મળશે ? અને ત્યારે નિશા પણ એકલી જ હશે ? હું મારા મનના વિચારોને રોકવાનો પ્રયત્ન કરતો હતો, કારણ કે અમારા મિશનમાં અમે હદ બહાર જતાં હોઈએ છીએ, પણ નિશાને હું પ્રેમ કરતો હતો એટલે મને આટલી ચિંતા થતી હશે ! આવું કહીને મેં મારા મનને મનાવવાનો પ્રયાસ કર્યો ! નિશા બોલી, “ઓકે !”

હું અને બીજા મિત્રો ગેસ્ટ રૂમમાં હતાં અને નિશા સ્પેશિયલ રૂમમાં હતી. મારા મનમાં વિચારોની ત્સુનામી આવી ગઈ હતી અને મનમાં માત્ર નિશાની જ ચિંતા સતાવતી હતી ! એકવાર તો થયું કે નિશાને કોલ કરી લઉં, પણ એનાથી મુશ્કેલીઓ વધી જવાની સંભાવના હતી. અમારી ટીમ માંથી એક વ્યક્તિ હેકિંગ જાણતો હતો અને એ બોલ્યો, “સર મૈને ઇસ બિલ્ડીંગ કા મેપ દેખા હૈ ઔર ઇસમે આગે કી તરફ કેફે ઔર પીછે એક ઘર હૈ.” ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ ઘર ડી.ક્યુનું જ હશે અને કદાચ મિટિંગ પણ ત્યાં જ થવાની હશે ! થોડીવાર બાદ રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો અને જોયું તો ડી.ક્યુનો માણસ આવ્યો હતો અનેએ બોલ્યો, “ચલો, સર ને ડિનર પર બુલાયા હૈ !”  હું અને મારા સાથીઓ એની સાથે એક રૂમમાં ગયા અને ત્યાં એક લિફ્ટમાં અમને ઉપરના માળે લઈ ગયા અને ત્યાં જોયું તો ડાઇનિંગ ટેબલ પર નિશા અને ડી.ક્યુ બેઠા હતાં.
નિશાએ મને જોઈને એની આંખની પાંપણ ઝબકાવી અને બધું જ ઠીક છે એવો ઈશારો કર્યો. નિશાએ તો બધુ ઠીક છે એવું કહ્યું, પણ મારા મનમાં હજુ પણ એવા વિચારો ફરતાં હતાં કે પાછળના દરવાજે કંઈક ખીચડી રંધાઈ રહી છે ! અમે બધા જ ડાઇનિંગ ટેબલ પર બેઠા અને જમવાનું શરું કર્યું. નિશા થોડી શાંત દેખાતી હતી અને એ જોઈને મને હાશકારો થયો પણ મારું મન આ બધી જ ઘટનાને માનવ તૈયાર નહોતું. જમ્યા બાદ અમે ઉઠ્યા અને ડી.ક્યુએ મને કહ્યું, “મૈને આપકો કહી પર તો દેખા હૈ, પર યાદ નહીં આ રહા !” હું ડરી ગયો કારણ કે ડી.ક્યુ મને ઓળખી ગયો તો આખા મિશન પર પાણી નહીં પણ લોહી ફેલાઈ જશે !  મેં કહ્યું, “સર મેં પહલે ઇન્શ્યોરન્સ એજન્ટ થા તો આપને મુજે રાસ્તે પર ઘુમતે હુએ દેખા હોગા, ક્યોંકી મેરી ઓફિસ ઇસી ઇલાકે મેં હી થી !” ડી.ક્યુ બોલ્યો,”શાયદ ઐસા હી હોગા !”  ડી.ક્યુએ નિશાનો હાથ પકડ્યો અને બોલ્યો, “આપ જેસી ખૂબસૂરતી હમારે બિઝનેસ મેં આ જાયે તો હમ માલામાલ હો જાયે !” નિશાએ સ્માઈલ આપી અને કંઈ ન બોલી. મને ડી.ક્યુ પર ખૂબ જ ગુસ્સો આવતો હતો અને મન થતું હતું કે બધી જ ગોળીઓ એના મોઢામાં મારી દઉં ! પણ મેં મારા ગુસ્સા પર કાબુ રાખ્યો અને શાંત રહ્યો.
ડી.ક્યુએ એના એક માણસને બોલાવ્યો અને કાનમાં કંઈક કીધુ અને ત્યારબાદ નિશા સામે જોયું અને બોલ્યો,”તો ચલીએ હમ મિટિંગ કે લીએ ચલે ?” નિશાએ કહ્યું, “ચલીએ !” મારી નજરો નિશા અને ડી.ક્યુ પર જ હતી !  હું ચિંતામાં અડધો થતો હતો, એક તરફ ફરજ અને બીજી તરફ લાગણીઓ ! ડી.ક્યુએ અમારી સામે જોઈને કહ્યું, “નીંદ આયે તો યહી પર સો જાના !” આ સાંભળીને મારો હાથ ગન પર હતો અને મન થતું હતું કે બધી જ ગન ડી.ક્યુના મોઢામાં નાંખી દઉં, પણ હું મજબૂર હતો ! નિશા અને ડી.ક્યુ રૂમમાં ગયા, મારી નજરો રૂમ તરફ જ હતી અને થોડીવાર બાદ રૂમની લાઈટ બંધ થઈ અને હું રૂમ તરફ ભાગ્યો !

(ક્રમશઃ વાંચો પ્રકરણ 7 આવતા શનિવારે રાત્રે 9:30 કલાકે ફક્ત ગુજ્જુરોક્સ પર..)
લેખક : પ્રદિપ પ્રજાપતિ અને આરતી સિધ્ધપુરા (GujjuRocks Team)

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here